- બોરીવલી, કલ્યાણ, ભિવંડી, ગોરેગાંવ અને થાણેના ડેરીફાર્મના દૂઘનાં કેટલાંક સેમ્પલોમાં ઝેરી ધાતુઓ માન્ય ધોરણ કરતાં વધુ પ્રમાણમાં
મુંબઇ તા. 3 મે 2019, શુક્રવાર
મહાનગર મુંબઇની તથા તેના આસપાસના વિસ્તારની ડેરીફાર્મ દ્વારા ઉત્પાદીત ભેંસના દધનાં એક્સો સેમ્પલોના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે આમાંના કેટલાંક સેમ્પલોમાં સીસુ અને પારા જેવી ઝેરી ધાતુઓ માન્ય ધોરણ કરતાં વધુ પ્રમાણમાં હતી.
સંશોધકોએ જણાવ્યું હતું કે ડેરી ફાર્મો ઔદ્યોગિક વિસ્તારોની નજીકમાં હોવાને કારણે ભેંસના દૂધમાં ધાતુઓ કદાચ વધુ પ્રમાણમાં જોવા મળી હોય.
બોમ્બે વેટરિનરિ કોલેજ, પરેલના ફોર્માકોલોજી અને ટોક્સિકોલોજી વિભાગએ 'કવાન્ટિટેટિન એનાલિસિસ ઓફ ટોક્સિક મેટલ્સ ઇન બફેલો મિલ્ક સેમ્પલ્સ ફ્રોમ મુંબઇ સબર્બન રીજન બાય આઇસીસી-એઇએસ શીર્ષક હેઠળના અભ્યાસમાં બોરીવલી, કલ્યાણ, ભિવંડી, ગોરેગાવ અને થાણેના ડેરી ફાર્મમાંથી લેવોયેલા સેમ્પલોનું પરીક્ષણ કર્યું હતું.
ભેંસના દૂધમાં પારો, સીસુ તથા કેડિયમ જેવી ઝેરી ધાતુઓ છે કે નહીં તે જાણવા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અભ્યાસની વિગતો તાજેતરમાં 'જર્નલ ઓફ એનિમલ હેલ્થ એન્ડ પ્રોજકશન' સામયિકમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ દૂધમાં સીસાના ૦.૦૧ પાર્ટસ પર મિલિઅન (પીપીએમ)ના પ્રમાણને માન્ય માત્રા ગણી છે ત્યારે બોરીવલી અને ગોરેગાવનાં સેમ્પલોમાં સીસાનું પ્રમાણ અનુક્રમે ૦.૦૩ પીપીએમ તથા ૦.૦૨૬ પીપીએમ નોંધાયું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણ મુજબ દૂધમાં પારાનું પ્રમાણ ૦.૦૦૧ પીપીએમ સ્વીકાર્ય છે પરંતુ ભિવંડી અને થાણેનાં સેમ્પલોમાં પારાનું પ્રમાણ અનુક્રમે ૦.૦૦૯ પીપીએમ તથા ૦.૦૧ પીપીએમ જોવા મળ્યું હતું.
જોકે, પાણીને કારણે દૂધમાં આ વિષારી ધાતુઓ ભળી હોવાની શક્યતાને અભ્યાસમાં નકારાઇ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V1Tj0M
via Latest Gujarati News
0 Comments