નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર
દેશના મુખ્ય જજ રંજન ગોગોઈ વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાના જામીન રદ કરવાની અરજી પર 3 મેએ સુનાવણી થશે. CJI પર આરોપ લગાવનાર મહિલા સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારી છે અને પહેલેથી છેતરપિંડીના કેસમાં જેલ જઈ ચૂકી છે અને જામીન પર બહાર છે.
ગત શુક્રવારે મહિલાએ કેટલાક જજોને ચિઠ્ઠી લખીને CJI રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. CJI પર આરોપ લગાવનાર મહિલાએ સુપ્રીમ કોર્ટના 22 જજોને ચિઠ્ઠી મોકલી હતી. ચિઠ્ઠીમા મહિલાએ CJI પર યૌન ઉત્પીડન કરવા રાજી ન થવા પર નોકરીમાંથી હટાવવા અને પરિવારને હેરાન કરવાના આરોપ લગાવ્યા હતા.
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પટિયાલા હાઉસ કોર્ટમાં CJI પર આરોપ લગાવનાર મહિલાના જામીન રદ કરવાની અરજી લગાવી હતી. આ મામલે 24 એપ્રિલે સુનાવણી થવાની હતી પરંતુ હવે 3 મેએ થશે.
મહિલા વિરુદ્ધ 3 માર્ચે દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ગુનાકીય ધમકી અને ષડયંત્ર રચવા જેવા આરોપો હેઠળ કેસ નોંધાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZxcF1d
via Latest Gujarati News
0 Comments