
નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019, બુધવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસીથી વડાપ્રધાન વિરુદ્ધ ચૂંટણી લડી શકે છે. સુત્રો પ્રમાણે વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની શક્યતા છે. વારાણસી લોકસભા પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 29 એપ્રિલ છે.
કોંગ્રેસના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વારાણસીથી ચૂંટણી લડવા માટે પ્રિયંકા ગાંધી તૈયાર છે પરંતુ અંતિમ નિર્ણય રાહુલ ગાંધીએ કરવાનો છે. જો કે રાહુલ ગાંધીએ આ અગાઉ સંકેત આપ્યા હતા કે, અમે આ મામલે થોડો સસ્પેન્સ રાખવા માંગીએ છીએ.
કોંગ્રેસના કાર્યકર્તાઓનું માનવું છે કે, જ્યારથી પ્રિયંકાને પૂર્વીય ઉત્તરપ્રદેશનો પ્રભાર આપવામાં આવ્યો છે ત્યારથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તો તેની અસર પુરા પૂર્વીય ઉત્તરપ્રદેશ પર પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pu6kzm
via Latest Gujarati News
0 Comments