પાકિસ્તાની આતંકીઓના મોતથી તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો?: અમિત શાહ

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ 2019 બુધવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આતંકવાદીઓના મુદ્દે વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ છે. બિહારના મુગેરમાં એક ચૂંટણી સભા દરમિયાન અમિત શાહે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યુ કે ત્યાં પાકિસ્તાની આતંકવાદી મરી ગયા તેમાં તમારા ચહેરાના નૂર કેમ ગાયબ થઈ ગયા છે. 

અમિત શાહે કહ્યુ કે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણા પર ભારતીય સેનાની એર સ્ટ્રાઈક બાદ બે જગ્યાએ શોક હતો. એક પાકિસ્તાનમાં ત્યાં તો હોવો જ જોઈએ અને બીજો રાહુલ બાબા એન્ડ કંપની ગઠબંધનવાળાને ત્યાં. અમિત શાહે કહ્યુ કે ત્યાં પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા જેમાં તમારા ચહેરાનો નૂર કેમ ગાયબ થઈ ગયો છે. શું તે તમારા કૌટુંબિક ભાઈ હતા?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UFSRFC
via Latest Gujarati News

Post a Comment

0 Comments