
નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર
આવતીકાલે લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં 7 રાજ્યોની 51 સીટો પર મતદાન થવાનું છે. બંન્ને રાજકિય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ માટે આ તબક્કો ખુબ મહત્વનો છે, કારણ કે, ગત 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ તબક્કામાં માત્ર બે સીટોમાં સમેટાઇ ગઇ હતી. જ્યારે 51 માંથી 39 સીટો જીતેલી ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી મેદાને છે.
2014માં ભાજપને આ તબક્કામાં 39 સીટો પર જીત મળી હતી. તેમજ NDAની સહયોગી લોક જનશક્તિ પાર્ટીને એક સીટ પર જીત મળી હતી ત્યારે ભાજપની સહયોગી પાર્ટી RLSPની એક બેઠક પર જીત થઇ હતી. આ તબક્કામાં કોંગ્રેસની સ્થિતી ખૂબ ખરાબ હતી. કોંગ્રેસે 51માંથી માત્ર 2 બેઠકો જીતી હતી અને કોંગ્રેસની સહયોગી પાર્ટીઓ આ તબક્કામાં એક પણ સીટ જીતી નહોતી ત્યારે હવે આ ચૂંટણીમાં બંન્ને રાજકિય પક્ષો પોતાની સ્થિતી સારી બનાવવા અને વધુમાં વધુ સીટો જીતવા માટે કમરકસી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H3dBC3
via Latest Gujarati News
0 Comments