
(પીટીઆઈ) મેક્સિકો, તા. 30 મે, 2019, ગુરૂવાર
પૂર્વીય મેક્સિકોમાં બુધવારે એક ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેથી બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૩૦ લોકો ઘવાયા હતા. અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે અકસ્માત થયો તે બસમાં યાત્રાળુઓ સવાર હતા જેઓ તીર્થ યાત્રા બાદ પવિત્ર કેથોલિક સ્થળે પરત ફરી રહ્યા હતા.
દેશની સંરક્ષક સંત ગુઆડાલુપે ઓસોર્નોએ જણાવ્યું કે પીડિતો પૈકીના મોટા ભાગના દક્ષિણી રાજ્ય ચિયાપાસના ધાર્મિક યાત્રાળુઓ હતા જે મેક્સિકો સિટીની યાત્રા બાદ વર્જિન ઓફ ગ્વાડાલુપેના બેસિલિકામાં પ્રાર્થના કરવા માટે પરત ફરી રહ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલા ફોરેન્સિક વિશેષજ્ઞાોએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બસમાં સવાર ૧૭ યાત્રિકો અને ટ્રકમાં સવાર બે લોકો મૃત્યુ પામ્યા હતા. એક વ્યક્તિ હોસ્પિટલ પહોંચ્યા બાદ મૃત્યુ પામ્યો હતો જ્યારે અન્ય એક વ્યક્તિ જેની હાલત ખૂબ ગંભીર હતી તેણે પણ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. ચિયાપાસમાં ટક્સલા ગુટિરેજના કેથોલિક આર્કડિયોસિસે એક નિવેદન દ્વારા પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે લોકોને તીર્થ યાત્રાએ લઈ જનારા પાદરી પણ તે બસમાં સવાર હતા અને તેમની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ ૨૦૦૬ની સાલમાં પણ આ વિસ્તારમાં એક અકસ્માત થયો હતો જેમાં બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે તે ઉંડી ખીણમાં પડી ગઈ હતી અને ૫૦થી વધારે ખ્રિસ્તી યાત્રાળુઓ મોતને ભેટયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QzNpDH
via Latest Gujarati News
0 Comments