
(પીટીઆઇ) નૈહાતી(પશ્ચિમ બંગાળ), તા. 30 મે, 2019, ગુરૂવાર
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દેશના લોકોને ભાજપના અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. મમતાએ ભાજપ પર પશ્ચિમ બંગાળમાં બંગાળીઓ અને બિન બંગાળીઓ વચ્ચે ભાગલા પાડવાનો આરોપ મૂક્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામ પછીના પ્રથમ રાજકીય કાર્યક્રમમાં મમતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ બંગાળીઓ અને બિન બંગાળીઓ લડાવવા માગે છે આ માટે તેણે આ બંને વચ્ચે ભાગલા પાડવાના પ્રયત્નો શરૃ કરી દીધા છે. તેઓ રાજ્યની કોમી શાંતિ ડહોળાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. હું ભાજપ જેવા પક્ષથી નફરત કરું છું. હું દેશના લોકોને વિનંતી કરું છું કે તે કોમી રીતે ભાગલા પાડવાની ભાજપની નીતિ સામે અવાજ ઉઠાવે.
લોકસભા ચૂંટણીના પરિણામ પછી ભાજપ દ્વારા આચરવામાં આવેલી હિંસાના વિરોધમાં તૃણમુલ દ્વાર નૈહાટી મ્યુનિસિપાલિટી બહાર તેમના પક્ષ દ્વારા આયોજિત ધરણામાં ભાગ લીધો હતો. મમતાએ વધુમાં જણાવ્યું છે કે ભાજપના ગુંડાઓ દ્વારા ૪૦૦થી વધુ બંગાળી પરિવારોને ઘરવિહોણા કરી દેવામાં આવ્યા છે. હું આ ગુંડાઓને છોડીશ નહીં.
ભાજપ નેતાઓને ઇશારે કાર્ય કરી રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ હું કાર્યવાહી કરીશ. બીજી તરફ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ભાજપ પર રાજસ્થાનની સ્થિર સરકારને અસ્થિર બનાવવાનો આરોપ મૂક્યો છે.
ગેહલોતે ટ્વિટર પર જણાવ્યું છે કે નવી ચૂંટાયેલી સરકાર શપથ લે તે પહેલા જ ભાજપ નેતાઓએ વિરોધ પક્ષોના નેતૃત્ત્વવાળી રાજ્ય સરકારોને ઉથલાવવાના પ્રયત્નોે શરૃ કરી દીધા છે. જેમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XgxzjH
via Latest Gujarati News
0 Comments