
નવી દિલ્હી, તા. 30 મે, 2019, ગુરૂવાર
રેર અર્થ મેટલની બાબતે ચીનની વિશ્વમાં મોનોપોલી છે. સૌથી વધુ આયાત અમેરિકા કરે છે. અમેરિકન કંપનીઓને શસ્ત્રો અને લડાકુ વિમાનો બનાવવામાં રેર અર્થ મેટલની જરૃર પડે છે. પણ બંને દેશો વચ્ચે ચાલી રહેલાં ટ્રેડ વોરની અસર આમાં પણ વર્તાશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાના ચાર દિવસના પ્રવાસે હતા. એ દરમિયાન અમેરિકા-જાપાન વચ્ચે એફ-૩૫ લડાકુ વિમાનોનો પ્રારંભિક સોદો થયો હતો. જાપાન અમેરિકા પાસેથી ૧૦૫ એફ-૩૫ વિમાનો ખરીદવા ઈચ્છે છે. પણ ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની અસર આ સોદામાં પણ પડી શકે છે.
રેર અર્થ મેટલમાં ચીનની મોનોપોલી છે. ૮૦ ટકા રેર અર્થ મેટલનું ચીન ઉત્પાદન કરે છે. તેની સૌથી વધુ જરૃર અમેરિકાને હોય છે. અમેરિકન ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓ ચીન પાસેથી તે આયાત કરે છે. અમેરિકાની લોકહીડ માર્ટીન કંપની એફ-૩૫ વિમાનો બનાવે છે. તેને આ મેટલની મોટી માત્રામાં જરૃર પડશે.
બંને દેશો વચ્ચે તંગ સંબંધો હોવાથી ચીને રેર અર્થ મેટલની નિકાસ મર્યાદિત કરી દીધી છે. આ મેટલની અછતમાં મોટી સંખ્યામાં હથિયારો કે લડાકુ વિમાનોનું ઉત્પાદન થઈ શકે નહીં. તેવા સંજોગોમાં જાપાન સાથે થયેલા મોટો સોદો તો ઘોંચમાં પડી જ શકે, પરંતુ તે પહેલાં અમેરિકન કંપનીઓએ અન્ય દેશો સાથે કરેલા ડિફેન્સ સોદાઓને પણ અસર થઈ શકે. શસ્ત્ર અને લડાકુ વિમાનોની ડિલિવરીના સમયમાં મોટી ફેરબદલ થવાની શક્યતા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EJQfBk
via Latest Gujarati News
0 Comments