ઇઝારાઇલમાં નેતાન્યાહુ ગઠબંધની સરકાર બનાવી ના શકતા ફરીથી ચૂંટણી કરવી પડશે


જેરૃસ્સલેમ, તા. 30 મે, 2019, ગુરૂવાર

બુધવારની મધ્યરાત્રીની ડેડલાઇન પહેલાં વડા પ્રધાન બેન્જમિન નેતાન્યાહુ ગઠબંધનની સરકાર બનાવી ના શકતા  ઇઝરાઇલના સાંસદોએ સંસદની વિખેરી નાંખી નવેસરથી ચૂંટણી કરવા મતદાન કર્યું હતું.

આમ ઇઝારઇલના ઇતિહાસમાં સરકાર ના બનાવી શકનાર તેઓ પહેલા વડા પ્રધાન બન્યા હતા.ચૂંટાયાના છ કરતાં પણ ઓછા સમયમાં ઇઝરાઇલના સાંસદોએ  ૨૧મી કેનેસ્ટ (સંસદ)ને વિખેરી નાંખવા ૭૪ વિરૃધ્ધ ૭૫ મતથી  સંસદને ભંગ કરવા નિર્ણય કરેલો.

હવે પછીની ચૂંટણી ૧૭ સપ્ટેમ્બરે યોજવા નક્કી કર્યું હતું. યહુદી ધાર્મિક પાઠશાળાના વિદ્યાર્થીઓને ફરજીયાત લશ્કરી તાલીમમાંથી બાકાત રાખવાના મુદ્દે ગઠબંધનના સાથી પક્ષોમાં જ મડાગાંઠ પડતા તેમનું વડા પ્રધાનપદ હંગામી સાબીત થયું હતું જેઓ નવમી એપ્રિલના રોજ નોંધપાત્ર મતોથી વિજયી બન્યા હતા અને જેના કારણે તેઓ પાંચમી વાર વડા પ્રધાન બન્યા હતા.

બુધવારે મધ્ય રાત્રની ડેડલાઇન પછી તરત જ મતદાન પહેલાં નેતાન્યાહુએ લિકુડ જુથને કહ્યું હતું કે અલ્ટ્રા ઓરથોડોક્સને પણ ફરજીયાત પણે લશ્કરની તાલીમ લેવાના વિવાદાતિ  મુદ્દે યીઝરાએલ બેતેનુ પક્ષના નેતા એવિદગોર લિબરમેનને સમજાવી શક્યા નહતા અને કોઇ સમાધાન કરી શક્યા ન હતા.

જો કે તેમણે વિરોધ પક્ષના બે સભ્યોને પણ સરકારમાં જોડાવવા કહ્યું હતું પરંતુ તેમણે પણ ઇનકાર કરી દીધો હતો. પૂર્વ સંરક્ષણ મંત્રી લિબરમેને અલ્ટ્રા ઓર્થોડોક્સ યહુદીઓ સમક્ષ  એવી શરત મૂકી હતી કે અન્ય બિન સામપ્રદાયીક સમકક્ષોની જેમ અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહુદીઓ પણ સેનામાં ફરજ બજાવે એવી શરત ધરાવતો ઘારા અપાનાવે. વિબરમેનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા ખરડામાં ઇઝરાઇલી દળોમાં દર વર્ષે આ સંખ્યા વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QA1WiB
via Latest Gujarati News

Post a Comment

0 Comments