
નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
મોદી સરકારની બીજી ટર્મ શરૂ થવા જઇ રહી છે, ૩૦મી મેએ વડા પ્રધાન પદે મોદી શપથ ગ્રહમ કરશે જ્યારે મંત્રીઓ પણ શપથ લેશે. આવી સ્થિતિમાં હવે આગામી પાંચ વર્ષમાં મોદી સરકાર પાસે પ્રજાની ઘણી આશાઓ છે, તેથી ક્યા ક્યા ક્ષેત્રોમાં સરકાર કામ કરશે તેને લઇને અનેક અટકળો ચાલી રહી છે. હાલ એવા અહેવાલો છે કે નવી સરકારનું મુખ્ય ધ્યાન આતંકવાદ સામે ઝિરો ટોલરન્સ અને ગેરકાયદે થતી ઘુસણખોરી વગેરે પર રહેશે. આ ઉપરાંત ગેરકાયદે ઘુસણખોરોનો બહાર કાઢી મુકવા પર પણ ધ્યાન આપી શકે છે.
આ લોકસભાની ચૂંટણીમાં ભાજપને પહેલા કરતા સૌથી વધુ ૩૦૩ બેઠકો મળી છે જેને પગલે હવે એકલા હાથે જ તે મોટા ભાગના નિર્ણયો લોકસભામાં લઇ શકશે. જોકે તેણે રાજ્યસભામાં હજુ પૂર્ણ બહુમત નથી મળી અને વિપક્ષ ઉપલા ગૃહમાં વિપક્ષ મજબુત છે. આ સ્થિતિ વચ્ચે પણ કેટલાક બિલને લોકસભામાં પસાર કરી દેવામાં આવશે. હાલ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ ૩૫એને હટાવવા પર પણ સરકાર ધ્યાન આપી શકે છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં જ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. જો આમ થાય તો તેનો કાશ્મીરમાં ભારે વિરોધ થઇ શકે છે.
આર્ટિકલ ૩૫ને કારણે કાશ્મીરમાં અન્ય કોઇ ભારતીય જમીન કે અન્ય મિલ્કતની ખરીદી નથી કરી શકતો, સાથે કાશ્મીરની નાગરીક્તા પણ ન મળી શકે. આવી સ્થિતિમાં ઘણા સમયથી તેને હટાવવાની માગણી ઉઠી રહી છે. જ્યારે અન્ય એક માગણી બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતમાં આવી વસેલાને પોતાના દેશમાં પરત મોકલા અંગે પણ ઉઠી રહી છે. આ અંગે આસામમાં નાગરીક્તા નોંધણી પ્રક્રિયા કરી તેમાં લાખો લોકો ભારતીય નાગરીક્તા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ મામલે પણ હવે સરકાર આગામી પગલા લઇ શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wocCrd
via Latest Gujarati News
0 Comments