એર ઇન્ડિયાની બે ફ્લાઇટના 600 પ્રવાસીઓ લંડનમાં અટવાયા


મુંબઈ, તા.30 મે 2019, ગુરુવાર

એર ઇન્ડિયાની ફ્લાઇટ સતત બે દિવસ ટેકઓફ રોલ ન કરતાં લંડન-મુંબઈ વચ્ચે મુસાફરી કરતાં આશરે ૬૦૦ પ્રવાસીઓ હીથ્રો એરપોર્ટને અડીને આવેલી હોટલમાં ભેરવાઈ પડયા  હતા.

૨૮મી તારીખની ૧૩.૧૫ની મુંબઈ જનારી ફ્લાઇટના ૨૯૩ પ્રવાસીઓએ હોટેલમાં રાત્રિરોકાણ કરવું પડયું હતું. તો ૨૯મીની એજ ફ્લાઇટના પ્રવાસીઓને પણ એજ હોટેલમાં રાત્રિરોકાણ કરવું પડયું હતું.

હકીકતમાં એર ઇન્ડિયાના ટેક્નિશિયન અને એન્જિનિયરોને લંડન પહોંચેલી ફ્લાઇટ મોડી હતી. અને એરક્રાફ્ટની તક નિકી સમસ્યાનો ઉકેલ સંકુલ હોવાને કારણે સમય લાગ્યો હતો. કંપનીએ પ્રવાસીઓને કુલ રીફન્ડ આપવાની તૈયારી દર્શાવી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZg5Hj
via Latest Gujarati News

Post a Comment

0 Comments