વોશિંગ્ટન, તા. ૩૦
ભારતમાં મહાવિજયની સાથે સત્તામાં આવેલા નરેન્દ્ર મોદીને સમગ્ર વિશ્વમાંથી અભિનંદનની વર્ષા થઇ રહી છે. અમેરિકાએ પણ વડાપ્રધાન મોદીની સાથે કામ કરવાની દ્રઢતા દર્શાવી છે અને જણાવ્યું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે ભારતની સાથે કાર્ય કરવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે લોકસભા ચૂંટણીના પરિણામો પછી સૌથી પહેલા ટ્વીટ અને ફોન કરી વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતાં.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગને વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે અમેરિકાને સંપૂર્ણ વિશ્વાસ હતોે કે ભારતમાં પ્રમાણિકતાથી લોકસભા ચૂંટણી થશે. અમે નરેન્દ્ર મોદી સાથે કાર્ય કરી રહ્યાં છે અને ભવિષ્યમાં પણ તેમની સાથે કાર્ય કરવા તૈયાર છીએ. ભારત અમેરિકાનો પાકો મિત્ર છે અને આ મિત્રતા ભવિષ્યમાં પણ જળવાઇ રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો,ઇવાંકા ટ્રમ્પ, નાયબ પ્રમુખ માઇક પેન્સ ઉપરાંત અનેક સાંસદોએ નરેન્દ્ર મોદીને વિજયના અભિનંદન પાઠવ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XeIsTa
via Latest Gujarati News
0 Comments