
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.30 મે 2019, ગુરુવાર
૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામો અને ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ આજે નરેન્દ્ર મોદી બીજીવાર ભારતના વડાપ્રધાન બનવાની ધૂમધામ નવી દિલ્હીમાં ચાલતી હતી ત્યાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (જેમણે અધ્યક્ષ પદનું રાજીનામું આપ્યું છે અને એમની ભૂમિકા ઉપર તેઓ અડિદ છે) એ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની ખેવના નવી દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત કરી.
આ બન્ને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષો વચ્ચે ચર્ચા થતા દેશમાં બધે કોંગ્રેસ- એનસીપીનું વિલય કરવાની સૂચના રાહુલએ પવારને કરી હોવાની વાત જોરદાર રીતે ફેલાઈ. પણ શરદ પવારએ બેઠક બાદ સ્પષ્ટ કર્યું કે, રાહુલ સાથેની ચર્ચામાં એનસીપી કોંગ્રેસના વિલયનો કોઈ મુદ્દો જ ના હતો. અમારી ચર્ચા લોકસભા ચૂંટણીની સમીક્ષા કરવા માટેની હતી તેમજ મહારાષ્ટ્રમાં ભયાનક દુકાળ છે એને માત આપવા માટે શું કરવું જોઈએ એ પ્રત્યે પણ ચર્ચા કરવામાં આવી.
બીજી તરફ એનસીપીના રાષ્ટ્રીય પ્રવકતા નવાબ મલિકએ ગુજરાત સમાચારને જાણકારી આપતા કહ્યું કે, કોંગ્રેસમાં એનસીપીના વિલયનો કોઈ મુદ્દોજ નથી એવી કોઈ ચર્ચા જ નથી. આ અફવાઓ કોણ ફેલાવે છે સમજાતું નથી પણ એવું કશ્શું જ નથી.
૧૭મી લોકસભાની ચૂંટણી લેવામાં આવી તે એના પરિણામો આવતા કોંગ્રેસને ૫૪૩ બેઠકોમાંથી માત્ર ૫૨ બેઠકો મળી અને લોકસભાની કુલ બેઠકોના ૧૦ ટકા સાંસદો હશે તો જ લોકસભામાં વિપક્ષ નેતા પદ એ પાર્ટીને મળી શકે છે. પણ કોંગ્રેસ પાસે એટલી પૂર્તી કરે એટલી સંખ્યા, કોંગ્રેસ પાસે ના હોવાથી બન્ને કોંગ્રેસનું જો વિલય થાય તો ૫૨ + ૫, એમ કુલ ૫૭ સંખ્યા અનુક્રમે કોંગ્રેસ અને એનસીપી દળોને થઈ શકે છે, અને બંધારણ અને કાનુન મુજબ વિપક્ષ નેતા પદ કોંગ્રેસ પાસે આવી શકે છે. લોકસભામાં કોંગ્રેસને અને રાજ્યસભામાં શરદ પવારને વિપક્ષ નેતા પદ મળી શકે છે.
પણ આ ચર્ચા માત્ર મીડિયામાં જ છે એવી કોઈ ચર્ચા રાહુલ ગાંધી શરદ પવાર આ બન્ને નેતાઓ વચ્ચે ના હોવાનું નવાબ મલિકએ ગુજરાત સમાચારને જણાવ્યું. એનસીપીનું જો કોંગ્રેસમાં વિલય થાય તો રાષ્ટ્રીય સત્તા ઉપર દિલ્હીમાં કોંગ્રેસનો 'હાથ' ઉપર રહી શકે પણ મહારાષ્ટ્રમાં એનસીપીની ઘડિયાળ કોંગ્રેસના 'હાથ'થી પણ ઉપર રહી શકે એમ છે. કારણ મહારાષ્ટ્રમાં અજીત પવાર, જયંત પાટિલ, દિલીપ વળસે પાટિલ આવા દિગ્ગજ નેતાઓ એનસીપીના છે અને તેઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને કાબૂમાં રાખી શકશે. પણ અલબત્ત, આ માત્ર મીડિયાની ચર્ચા છે. હકીકત એમાંથી ઘણી અલગ હોવાની સ્પષ્ટતા એનસીપીએ કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wi2qQH
via Latest Gujarati News
0 Comments