
(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 30 મે, 2019, ગુરૂવાર
અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે ચીની કંપની હુઆવેઈને બ્લેક લિસ્ટમાં નાખી દીધી હતી. તે પછી તેનું ખરું કારણ વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ જાહેર કર્યું હતું. પોમ્પિઓ આરોપ મૂક્યો હતો કે હુઆવેઈ ચીની સરકારને અમેરિકાની સંવેદનશીલ માહિતી આપી શકે તેમ હતી.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ચીની કંપની હુઆવેઈને બ્લોક કરવા પાછળનું કારણ આપ્યું હતું કે ચીની કંપની હુઆવેઈ ચીની સરકારને મહત્વની જાણકારી આપી શકે તેવી પૂરી શક્યતા હતી. હુઆવેઈ ઉપર ચીની સરકારનો જ કાબુ છે અથવા તો એ સરકારી કંપની જ છે એટલે અમેરિકાને એવી શંકા હતી કે એ કંપની વહેલા મોડી ગુપ્ત ડેટા ચીની સરકારને આપી શકે છે.
એક ખાનગી ચેનલને આપેલી મુલાકાતમાં અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે હુઆવેઈને વૈશ્વિક સ્તરો રોકવાનું બીજું કોઈ કારણ નથી, પણ કંપનીની વિશ્વસનીયતા સામે સવાલો હોવાથી આ પગલું અમેરિકાએ ભર્યું છે. હુઆવેઈ સાથે વેપાર કરતી અમેરિકન કંપનીએ સરકારનો વિરોધ કર્યો હતો. એનો જવાબ આપતા પોમ્પિઓ કહ્યું હતું કે અમેરિકી કંપનીઓ સરકારને સહકાર કરે અને દેશની સંવેદનશીલ બાબતે ગંભીર બનીને સરકારના પગલાને સમર્થન કરે તે જરૃરી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YYAPAG
via Latest Gujarati News
0 Comments