
(પીટીઆઈ) સાન-સાલ્વાડોર, તા. 30 મે, 2019, ગુરૂવાર
યુનાઈટેડ સ્ટેટ્સ જિઓલોજીકલ સર્વે(યુએસજીએસ)ના નિવેદન પ્રમાણે અલ સાલ્વાડોરની રાજધાની સાન-સાલ્વાડોર પાસેના તટીય વિસ્તારોમાં ગુરુવારે ૬.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
યુએસજીએસના જણાવ્યા પ્રમાણે રાજધાનીથી અંદાજે ૪૦ કિમી દૂર દક્ષિણમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને તેનું કેન્દ્ર બિંદુ ૬૫ કિમીની ઉંડાઈએ નોંધાયું હતું. સત્તાધીશોએ ભૂકંપના કારણે જાન-માલને નુકસાન થયું હોવાના કોઈ સમાચાર ન મળ્યા હોવાનું જણાવ્યું હતું. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે ધરતીકંપને લઈ કોઈ ચેતવણી જાહેર નહોતી કરેલી
પરંતુ સાલ્વાડોર પર્યાવરણ મંત્રાલયે દરિયાઈ સ્તરમાં ૧૨ ઈંચ જેટલા ફેરફારની આગાહી કરી હતી. મંત્રાલય દ્વારા ટ્વિટરના માધ્યમથી તટીય વિસ્તારના લોકોને ભૂકંપ બાદના ચાર કલાક સુધી દરિયામાં પ્રવેશ ન કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.
નાગરિક સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે દેશના તમામ વિસ્તારોમાં ધરતીકંપની અસર અનુભવાઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન નથી નોંધાયું અને તેમ છતા પોલીસ અને અગ્નિશામક દળની ટુકડીઓ દેશભરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ફરી રહી છે. ધરતીકંપના કારણે શિક્ષણ મંત્રાલયે તટીય વિસ્તારોમાં શાળાઓમાં રજા જાહેર કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wt45mX
via Latest Gujarati News
0 Comments