ટાઈટ જીન્સ પહેરવાનો શોખ મહિલાઓ માટે જોખમી, માતા બનવાનું સપનું રહી જશે અધુરું


અમદાવાદ, 8 મે 2019, બુધવાર

મોડર્ન લાઈફસ્ટાઈલમાં સ્ટાઈલિશ દેખાવા માટે યુવતીઓ નવા નવા ફેશન ટ્રેંડને ફોલો કરે છે. આવો જ એક ટ્રેંડ શરૂ થયો છે ટાઈટ જીન્સ પહેરવાનો, છેલ્લા કેટલાક સમયમાં યુવતીઓમાં ટાઈટ જીન્સ પહેરવાનો ક્રેઝ વધ્યો છે. ટાઈટ જીન્સ પહેરવાથી ફીગર શેપ બરાબર રીતે દેખાય છે અને આ કારણે મોટા ભાગે યુવતીએ તેને પહેરવાનું પસંદ કરે છે. જો કે ફીગર શેપ દેખાડવાના ચક્કરમાં યુવતીઓ પોતાના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં લેતી નથી. આ પ્રકારના ટાઈટ જીન્સ અનેક ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપે છે. 

ગર્ભધારણમાં સમસ્યા

ટાઈટ જીન્સ પહેરવાથી ગર્ભાશય સંકુચિત થઈ જાય છે અને તેનાથી ગર્ભધારણ કરવામાં સમસ્યા થાય છે. ટાઈટ જીન્સના કારણે પેટ પર દબાણ આવે છે જે ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે. એટલા માટે ટાઈટ જીન્સ પહેરવાની આદત છોડી દેવી જોઈએ.

યૂટ્રેસ ઈંફેકશન

ટાઈટ જીન્સ પહેરવાથી ગર્ભાશયમાં ઈંફેકશન થઈ શકે છે. શરૂઆતના સમયમાં યુવતીઓ આ વાતને ગંભીરતાથી લેતી નથી પરંતુ જો આ ઈંફેકશન વધી જાય તો ટ્યૂબમાં બ્લોકેજ થઈ જાય છે અને તેનાથી માતા બનવાનું સપનું અધુરું પણ રહી શકે છે. 

કમરનો દુખાવો

ટાઈટ જીન્સ કમર અને પીઠના દુખાવાને પણ આમંત્રણ આપે છે. ટાઈટ જીન્સના કારણે સ્નાયૂ પર દબાણ આવે છે અને હિપ જોઈંટ્સની ફ્રી મૂવમેન્ટમાં બાધા આવે છે. તેનાથી પીઠ, કરોડરજ્જુમાં દુખાવો શરૂ થાય છે અને તેના કારણે આગળ જતા મહિલાઓને સ્લિપ ડિસ્કની સમસ્યા થઈ શકે છે. 

વેરિકોઝ વેન

વેરિકોઝ વેનની સમસ્યા પણ ટાઈટ જીન્સ વધારે છે. પગની નસમાં જે વાલ્વ હોય છે તે ટાઈટ જીન્સના કારણે નબળા પડી જાય છે અને તેના કારણે ગાંઠ બનવા લાગે છે. ટાઈટ જીન્સ પહેરતી મોટા ભાગની મહિલાઓને આ બીમારી થાય છે. 

હૃદયની બીમારી

ટાઈટ જીન્સ પહેરવાથી હૃદયની બીમારીઓ પણ થઈ શકે છે. ટાઈટ જીન્સ રક્તસંચાર અટકાવે છે અને હૃદય સુધી પહોંચતા રક્તનું પ્રમાણ ઘટી જાય છે. તેનાથી હાર્ટના રોગ થવાનું જોખમ વધી જાય છે. 

સ્કીન કેન્સર

એક રીસર્ચ અનુસાર આવા જીન્સ પહેરવાથી ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાથી ડીવીટીની સમસ્યા થાય છે અને તેનાથી બ્લડ ક્લોટ્સ નસમાં જામી જાય છે. તેનાથી રક્ત પરીભ્રમણ અટકે છે અને કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. 

પુરુષો માટે પણ હાનિકારક

ટાઈટ જીન્સ પુરુષો માટે પણ નુકસાનકારક છે. તેનાથી અંડકોષમાં થતો રક્ત સંચાર અટકે છે અને તેમાં ઈંફેકશન પણ થાય છે. 

ટાઈટ જીન્સ સિંડ્રોમ

ટાઈટ જીન્સ પહેરવાથી પેટના નીચેના ભાગમાં જે સંવેદનશીલ નસ હોય છે તે પ્રભાવિત થાય છે. તેના કારણે ઘુટણ અને સાથળના ભાગમાં બળતરા પણ થાય છે. આ સિંડ્રોમથી પગમાં દુખાવો અને પાચન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. 

જીન્સ પહેરો તો આ વાતનું રાખો ધ્યાન

ટાઈટ જીન્સ પહેરવું જ હોય તો 7 કલાકથી વધારે તેને પહેરી ન રાખો. જો તમારું કામ એવું હોય કે સતત બેસી રહેવું પડે તો પણ ટાઈટ જીન્સ પહેરવાનું ટાળવું. એક જગ્યાએ સ્થિર રહેવાનું હોય તો જ ટાઈટ જીન્સ પહેરો. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5jShU
via Latest Gujarati News

Post a Comment

0 Comments