અમેરિકાના પ્રમુખપદેથી ટ્રમ્પને કાઢો જ કાઢો : ડેમોક્રેટ્સની માગ


વોશિંગ્ટન, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર

ટ્રમ્પ સામે ચાલી રહેલી મહાભિયોગ ટ્રાયલમાં ગૃહના મેનેજર એડમ શિફે પ્રમુખ ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખ પદેથી હાંકી કાઢવાની નાટ્આત્મક રીતે સેનેટને હાકલ કરી કહ્યું હતું કે દેશના હિત કરતાં પોતાનો અંગત હિત આગળ ધરાવતા અમેરિકાના નેતા પર વિશ્વાસ મૂકી ના શકાય.' અમેરિકોનોને એવા નેતાની જરૂર છે જેની પર લોકો વિશ્વાસ કરી શકે અને જે દેશના હિતને આગળ ધરે'.એમ શિફે કહ્યું હતું.

'દેશ માટે જે સારૂં છે તેના માટે તમે ટ્રમ્પ જેવા પ્રમુખ પર વિશ્વાસ રાખી શકો નહીં. તમે એ વિશ્વાસ તો રાખી જ શકશો કે ટ્રમ્પ માટે સારૂં અને હિતાવત હોય તે જ  તેઓ કરશે'એમ શિફે ઉમેર્યું હતું. શિફે વધુમાં કહ્યું હતું કે 'તેઓ હવે કરશે.

તેમણે ભૂતકાળમાં પણ આવું જ કર્યું હતું. આગામી કેટલાક મહિનાઓ સુધી પણ તે આવું જ કરશે. જે તેમને તક મળશે તો તેઓ આગામી ચૂંટણીમાં પણ કરશે. એટલા માટે જ જો તમે એમને દોષિત માનશો તો તમને લાગશે કે એને દૂર કરી દેવો જોઇએ.

સાચી વાતનું મહત્વ છે,યોગ્ય વાતનું મહત્તવ છે, નહીંતર આપણે હારી જઇશું'.એક સો જેટલા સેનેટરો ન્યાય કરનાર તરીકે બેઠા હતા અને દેશના લાખો લોકો જેને ટીવી પર જોતા ત્યારે મહાભિયોગ ટ્રાયલના હાઉસ મેનેજરોએ ટ્રમ્પે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો હતો તે સાબીત કરવા અનેક વિડીયો, આંતરિક દસ્તાવેજો અને સાક્ષીઓ રજૂ કર્યા હતા.શિફની વકાલોની ટીમે એ બતાવ્યું હતું કે કઇ રીતે ટ્રમ્પે 2020ની પ્રમુખપદની  ચૂંટણઈના તેમના રાજકીય હરિફ અને પૂર્વ ઉપ-રાષટ્રપતિ જો બિડોનેની આબરૂ બગાડવા કિવ પર દબાણ કર્યું હતું.

' ટ્રમ્પે પોતાના અંગત લાભ માટે    આપણી ચૂંટણીમાં દખલ કરવા  પ્રમુખપદ અને સત્તાનો ઉપયોગ કરી વિદેશની મદદ માગી હતી'એમ હાઉસ જ્યુડિશરી કમિટીના ચેર જેરી નાડલરે ચેમ્બરને કહ્યું હતું.'

1789માં જ્યોર્જ વોશિંગ્ટને સત્તા સંભાળી ત્યાર બાદથી કોઇ પણ પ્રમુખે સત્તાનો આ રીતે દુરૂપયોગ કર્યો નથી'એમ નાડલ્રે કયું હતું. ટ્રમ્પે કંઇ જ ખોટું કર્યું નથી એવા રિપબ્લીકનોના દાવાને રદ કરવા ડેમોક્રટે સેનેટરોએ નવ કલાક સુધી ચર્ચા કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U1lsbo
via Latest Gujarati News

Post a Comment

0 Comments