ચીન માત્ર 6 દિવસમાં 1,000 બેડની હોસ્પિટલ બનાવશે


ભારતીય દૂતાવાસે બેઈજિંગમાં પ્રજાસત્તાક દિનની ઊજવણીનો સમારંભ રદ કર્યો

બેઈજિંગ, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર

ચીન હાલ અત્યંત ઝડપથી ફેલાતા કોરોના વાયરસની મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે ચીને 13 શહેરોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે ત્યારે ચીને આ જીવલેણ બીમારીનો સામનો કરવા માટે વધુ એક મહાકાય કામગીરી શરૂ કરી છે.

ચીને માત્ર 6 દિવસમાં 25,000 ચો. મીટરમાં ફેલાયેલી 1,000 પથારીની ક્ષમતાવાળી હોસ્પિટલ ઊભી કરવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે. ચીનમાં કોરોના વાયરસે 26 લોકોનો ભોગ લીધો છે અને કોરોનાથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 880થી વધુ થઈ હોવાની પુષ્ટી મળી છે. પરીણામે ચીને દેશના સૌથી મહત્ત્વપૂર્ણ રજાઓના સમયમાં 13 શહેરોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે.

કોરોના વાયરસની બીમારીના નિયંત્રણ અને તેની સારવાર માટે વુહાનમાં નવા સૃથપાયેલા મુખ્યાલયે શુક્રવારે જણાવ્યું હતું કે 25,000 ચો. મીટર વિસ્તારને આવરી લેતી હોસ્પિટલ 6 જ દિવસમાં ઊભી કરવામાં આવશે અને કુલ 10 દિવસ પછી 3જી ફેબુ્રઆરીથી તેમાં કોરાના વાયરસથી પીડિત દર્દીઓની સારવારનું કામ શરૂ થઈ જશે.

મધ્ય ચીનમાં કોરોના વાયરસ રોગચાળાના એપી સેન્ટર એવા વુહાનમાં આ હોસ્પિટલ છ દિવસની અંદર જ ઊભી કરવામાં આવશે તેમ સરકારી મીડિયાના અહેવાલોમાં શુક્રવારે જણાવાયું હતું.

શાસક કોમ્યુનિસ્ટ પાર્ટ ીઓફ ચીન (સીપીસી)ના મુખપત્ર પીપલ્સ ડેઈલી ન્યુઝપેપર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયો સાથે ટ્વીટ કરાઈ હતી કે આ હોસ્પિટલમાં વિશેષરૂપે કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરાશે. વીડિયોમાં કામદારોને હોસ્પિટલના કન્સ્ટ્રક્શન માટે કામકાજ શરૂ થયું હોવાનું દર્શાવાયું છે.

પીપલ્સ ડેઈલીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે વર્ષ 2003માં સાર્સ વાયરસના રોગચાળાનો સામનો કરવા માટે બેઈજિંગમાં સાત દિવસમાં એક હોસ્પિટલનું મોડેલ ઊભું કરાયુું હતું તે જ રીતે વુહાનમાં કોરોનાવાયરસના દર્દીઓ માટે 1,000 પથારીની ક્ષમતાવાળી વિશેષ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

વુહાનમાં સૃથાનિકોના દાવા મુજબ સરકાર હોસ્પિટલના બાંધકામ માટે કામદારોને સરેરાશ ભથૃથાં કરતાં ત્રણ ગણાં 1,200 યુઆન (173 યુએસ ડોલર) ભથૃથાં આપી રહી છે. ચીન કન્સ્ટ્રક્શન થર્ડ એન્જિનિયરિંગ બ્યુરો સહિત કન્સ્ટ્રક્શન કંપનીઓના મશીનોએ બાંધકામના સૃથળ પર કામ શરૂ કરી દીધું છે જ્યારે સિટિક પેસિફિક પ્રોપર્ટીઝે હોસ્પિટલની ડિઝાઈનની બ્લુપ્રીન્ટને અંતિમ ઓપ આપી દીધો છે.

આ પ્રોજેક્ટ છ દિવસમાં પૂરો કરી દેવાશે તેમ સીસીટીઈબીના સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં કોરોના વાયરસના દર્દીઓને વુહાનમાં કેટલીક વિશેષ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

દરમિયાન ચીનમાં લુનાર નવા વર્ષની ઊજવણીને ફીક્કી બનાવી દેતાં અસાધારણ પગલું ભરતાં ચીને મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં 13 શહેરો અને 12 પરાંમાં પરિવહન અટકાવી દીધું છે અને નાગરિકોને આ શહેરોમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

નેશનલ હેલૃથ કમિશન મુજબ હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 26 થયો છે જ્યારે 880 કેસ નોંધાયા છે. ચીનના 29 પ્રાંતોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ચીનના સૌથી મોટા શાંઘાઈ શહેર તેમજ બેઈજિંગ, હુબેઈ, હુનાન, ઝેજિઆંગ, એનહુઈ અને ગુઆંગડોન્ગ પ્રાંતોમાં કોરોના વાયરસના વધુ કેસો નોંધાયા છે. 

બીજીબાજુ ચીનની ડીસીસ પ્રિવેન્શન ઓથોરિટીએ શુક્રવારે સૌપ્રથમ વુહાન કોરોનાવાયરસના પિક્ચર્સ અને માહિતી જાહેર કર્યા હતા. ચીનના નિષ્ણાતોએ કોરોના વાયરસથી પીડિત સૌપ્રથમ દર્દીને શોધી કાઢ્યો હતો.

ચીને નાગરિક ડોક્ટરોની મદદ માટે લશ્કરી ડોક્ટરોની પણ નિમણૂક કરી છે. કોરોના વાયરસે સમગ્ર ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાયરસની રસી વિકસાવવા માટે ચીન અને અમેરિકાના સંશોધકોએ એક સાથે કામ શરૂ કર્યું છે.

ચીને 2003માં પણ 7 દિવસમાં હોસ્પિટલ ઊભી કરી હતી

ચીને વર્ષ બેઈજિંગમાં સાર્સ વાયરસનો સામનો કરવા માટે માત્ર 7 દિવસમાં એક કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી હતી. વર્ષ 2003માં બેઈજિંગમાં આ વાયરસ ઝડપથી ફેલાયો હતો. આ રોગચાળાએ 800થી વધુ લોકોનો ભોગ લીધો હતો. તે સમયે બેઈજિંગમાં શિઓતાંગશાન હોસ્પિટલ બનાવી હતી, જે શહેરના ઉત્તરીય પરાંમાં ઊભું કરાયેલું એક કામચલાઉ મેડિકલ સેન્ટર હતું.

ભારતમાં કોરોનાવાયરસનો ભય

કેરળ, મુંબઈ અને હૈદરાબાદની હોસ્પિટલોમાં 10 નિરિક્ષણ હેઠળ

નેપાળમાં ચીનથી પાછા ફરેલા વિદ્યાર્થીનો સૌપ્રથમ કેસ 

કોચી/મુંબઈ, તા. 24

ચીનમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં તાજેતરમાં ચીનથી આવેલા 10 લોકોને કેરળ, મુંબઈ અને હૈદરાબાદની હોસ્પિટલોમાં નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

કેરળમાં સાત, મુંબઈમાં બે અને હૈદરાબાદમાં એક વ્યક્તિને જીવલેણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે કે નહીં તેની તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બીજીબાજુ નેપાળમાં કોરોના વાયરસથી પીડિત પહેલો કેસ નોંધાયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે કેરળમાં અન્ય 73 લોકોને તેમના ઘરોમાં મેડિકલ સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યા છે.  દરમિયાન નેપાળે શુક્રવારે એક નેપાળી વિદ્યાર્થી કોરોના વાયરસથી પીડિત હોવાની પુષ્ટી આપી હતી. આ વિદ્યાર્થી તાજેતરમાં વુહાનથી નેપાળ પાછો ફર્યો હતો.

31 વર્ષીય યુવાન ચીનમાં પીએચડી કરી રહ્યો હતો તે 5મી જાન્યુઆરીએ વુહાનથી પાછો ફર્યો હતો. તેને 13મી જાન્યુઆરીએ શ્વોચ્છ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેને પાંચ દિવસ પછી રજા અપાઈ હતી. જોકે, તેના સેમ્પલ્સ હોંગકોંગ મોકલાતાં તેના પરીક્ષણો પોઝીટીવ આવ્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36pD6sf
via Latest Gujarati News

Post a Comment

0 Comments