લંડનમાં ભારતીય મૂળની પત્નીની હત્યા કરનાર બ્રિટિશ પતિને આજીવન જેલ


લંડન, તા.12 મે, 2019, રવિવાર

ડીસેમ્બર, ૨૦૧૮માં પત્ની એન્જેલા મિત્તલની હત્યા કરનાર બર્કશાયરના લોરેન્સ બ્રાન્ડે અંતે પોતે કરેલા ખુનની કબુલાત કરતાં તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. 

એન્જેલા મિત્તલને બ્રાન્ડે છાતી અને ગળા પર૫૯ ઘા માર્યા હતા. ૪૭ વર્ષના બ્રાન્ડે ૪૧ વર્ષની મિત્તલની હત્યા કરી હોવાની રિડીંગ ક્રાઉન કોર્ટમાં ૨૨ માર્ચે કબુલાત કરી હતી. ઇંગ્લેડમાં ભરત અને કમલા મિત્તલના ઘરે જન્મેલી એન્જેલાએ બ્રાન્ડ સાથે લગ્ન કર્યા હતા.

થોમસે વેલી પોલીસ કહ્યું હતું કે ' લોરેન્સ દ્વારા તેની પત્નીની હત્યા કરાઇ હતી. તેની છાતી અને ગળાના ભાગે ૫૯ ઘા માર્યા હતા. બ્રાન્ડે એન્જેલાના ઘરમાં જ આ ઘોર કૃત્ય કર્યું હતું.એન્જેલાને મદદ કરવાને બદલે એણે ૯૯૯ને બોલાવી હતી, પરંતુ તેની પહેલાં એણે ખુનના ડાઘા સાફ કરી નાંખ્યા હતા.

ખરેખર તો એણે એમ્બ્યુલેન્સને બોલાવવી જોઇતી હતી. તે જાણતો હતો કે પોલીસને બોલાવવી જોઇતી હતી'.મિત્તલના પરિવારે એન્જેલાને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે તે ખૂબ જ લોકપ્રિય મહિલા હતી જે પોતાના મળવાવડા સ્વભાવ માટે જાણીતી હતી.

અવિચારી કૃત્ય દ્વારા તેનું જીવન ટુંકાવી દેવામાં આવ્યું હતું. પરિવારે કહ્યું હતું કે એન્જેલાએ સારૃં જીવન ગુજાર્યું હતું. તે પરિવાર માટે જીવી હતી. તમામ સમાજના લોકોને એક સાથે લાવવાની તેનામાં ક્ષમતા અને શક્તિ હતી.તે એક સર્જક હતી. ખૂબ જ દયાળુ અને પ્રેમાળ પણ હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VutjQZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments