-આયુષમાન અને યામી ગૌતમ સાથે ચમકી રહ્યાં છે
મુંબઇ તા.8 મે 2019 બુધવાર
મોખરાના ફિલ્મ સર્જક દિનેશ વીજનની આગામી ફિલ્મ બાલા મંગળવારે ફ્લોર પર ગઇ હતી. આ ફિલ્મમાં આયુષમાન ખુરાના સાથે નિર્માતાએે યામી ગૌતમેન સાઇન કરી હતી.
આ ફિલ્મના શૂટિંગમાં આ વીકએન્ડ સુધીમાં યામી જોડાઇ જશે. આ ફિલ્મમાં એણે લખનઉની સુપરમોડેલનો રોલ કર્યો છે,. અગાઉ એ ઊરી ફિલ્મમાં એણે ગુપ્તચર અધિકારીનો રોલ કર્યો હતો.
આયુષમાને અગાઉ વીર્યદાનના વિષયની અને ઇરેક્શનલ ડિસફંક્શન જેવા સામાજિક વિષયો પર આધારિત ફિલ્મ કરી હતી. આ ફિલ્મમાં કથા અકાળે આવતી ટાલને કારણે મૂંઝાતા એક યુવાનની છે. આમ આ પણ સામાજિક સંદર્ભ છે. આયુષમાન પહેલેથી આ પ્રકારની ફિલ્મો કરતો રહ્યો છે. એને આ પ્રકારના બિનપરંપરાગત રોલ વધુ ફાવતા આવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjdI6y
via Latest Gujarati News
0 Comments