
રડર વિમાનની દિશા નક્કી કરવામાં મદદ કરે છે, મોટી ખામી આવે તો પ્લેનના ટુકડા થઇ શકે છે તેવો દાવો
નવી દિલ્હી, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનમાં કેટલીક ખામી સામે આવી છે. જોકે આ ખામી એટલી જોખમી માનવામાં આવે છે કે જો વિમાને ઉડાન ભરી હોત તો તેની ક્રેશ થવાની પુરી શક્યતાઓ હતી.
જ્યારે આ ખામી સામે આવી ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વિત્ઝર્લેન્ડમાં હતા. વિમાનમાં ખામીને પગલે તેમનું વિમાન ત્રણ કલાક મોડુ ઉડાન ભરી શક્યું હતું. આ ખામીને રડર ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે.
નિષ્ણાંતોના મતે રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં જે રડર ફોલ્ટ સામે આવ્યો તે એટલો ખતરનાક મનાય છે કે જો તેના પર ધ્યાન ન ગયું હોત તો વિમાન ક્રેશ થવાની પુરી શક્યતાઓ હતી.
અગાઉ પણ આ ટેક્નીકલ ખામીને કારણે દુનિયાભરમાં અનેક પાયલટ નિષ્ફળ રહ્યા છે અને પ્લેન ક્રેશ થઇ ચુક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ આઇસલેંડ, સ્વિત્ઝર્લેન્ડ, સ્લોવેનિયાની મુલાકાતે છે. રવિવારે તેમના વિમાનને જ્યૂરિકથી સ્લોવેનિયા જવાનું હતું. રાષ્ટ્રપતિ કોવિંદ 17મીએ પરત આવવાના છે.
જ્યૂરિકથી ઉડાન ભરી તેના થોડા સમય પહેલા જ તેમાં ખામી સામે આવી હતી. નિષ્ણાંતોના મતે રડર ફોલ્ટ કે રડર હાર્ડઓવર વિમાનની એક એવી ખામી માનવામાં આવે છે કે જેનાથી મોટી મોટી વિમાન કંપનીઓ પણ ડરી જાય છે.
જો આ ખામી સર્જાઇ તો ક્રેશ થવાની પુરી શક્યતા રહેલી છે. રડ્ડર વિમાનની દિશા નક્કી કરવા માટે પાછળની બાજુમાં લગાવવામાં આવતા હોય છે. રડરમાં જ ફોલ્ટ આવે તો વિમાનની દિશાને નક્કી કરવી મુશ્કેલ થઇ જાય છે અને ક્રેશ થઇ જાય છે.
એવા પણ સંશોધન સામે આવ્યા છે કે જો રડર યોગ્ય ન હોય અને તેમાં મોટી ખામી સર્જાઇ તો વિમાનના બે ટુકડા થવાની પુરી શક્યતાઓ છે. રડાર ફોલ્ટને કારણે વિમાન અચાનક ડાબી કે જમણી બાજુ ફરી જાય છે. જેનાથી વિમાનના પાછળના ભાગ પર મોટા પ્રમાણમાં હવાનું દબાણ હોય છે.
તેજ ગતી હોવાથી વિમાનના પાછળના પાંખડા તુટી શકે છે. આૃથવા તો પુરા વિમાનના જ બે ટુકડા થઇ શકે છે. રાષ્ટ્રપતિ કોવિંદના વિમાનમાં પણ આ જ ખામી હતી, પણ જો તેના પર ધ્યાન ન ગયું હોત તો વિમાન ક્રેશ થવાની પુરી શક્યતાઓ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nhk02p
via Latest Gujarati News
0 Comments