પ.બંગાળમાં તૃણમુલના બે અને સીપીએમનો એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા


નવી દિલ્હી, તા. ૨૮

લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના મોટા વિજય પછી મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ રોય સહિત ત્રણ ધારાસભ્ય ભાજપમાં સામેલ થઇ ગયા છે. જેમાં બે તૃણમુલના એક સીપીએમનો ધારાસભ્ય છે. શુભ્રાંશુ રોેય સિવાયના અન્ય બે ધારાસભ્યોના નામ શિલભદ્ર દત્ત અને સુનીલ સિંહ છે. 

આ ત્રણ ધારાસભ્ય સિવાય રાજ્યના કુલ ૫૦ કાઉન્સિલરો પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે.ભાજપમાં સામેલ થયેલા ૫૦ કાઉન્સિલરો ૨૪ પરગણા જિલ્લાના કંચરાપારા, હલિશહર અને નૈહાતી નગરપાલિકાના છે. આ સાથે જ ભાટપારા નગરપાલિકા પર ભાજપનો કબજો તઇ ગયો છે.  

ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ અર્જુન સિંહ ભાટપારા નગરપાલિકાના પ્રમુખ છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે પશ્ચિમ બંગાળમાં ૧૮ બેઠકો જીતી લીધી છે. જેમાં મુકુલ રોયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. 

રોય અગાઉ તૃણમુલના કદાવર નેતા હતા જે ભાજપમાં સામેલ થઇ ગયા હતાં. તેમની રણનીતિથી ભાજપને પશ્ચિમ બંગાળમાં મોટો લાભ થયો છે. ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની પણ આ વિજયમાં મોટી ભૂમિકા છે. 

તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસે ધારાસભ્ય સુભ્રાંશુ રોયને છ વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા હતાં. સુભ્રાંશુ રોય એક સમયે મમતા બેનર્જીના ખૂબ જ નજીક ગણાાતા મુકુલ રોયના પુત્ર છે.  સુભ્રાંશુને પક્ષની છબિ ખરાબ કરવાના આરોપ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. લોકસભા ચૂંટણીના ઘણા સમય પહેલા મુકુલ રોય તૃણમુલ છોડી ભાજપમાં સામેલ થઇ ગયા હતાં. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WwKyAJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments