(પીટીઆઇ) ઇન્દોર, તા. ૨૯
ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞાા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહીને વિવાદ ઉભો કર્યો હતોે. હવે ભાજપના મધ્યપ્રદેશના ધારાસભ્ય ઉશા ઠાકુરે પણ ગોડસેને રાષ્ટ્રવાદી ગણાવી ફરીથી વિવાદ સર્જ્યો છે. પ્રજ્ઞાા ઠાકુરના નિવેદન અંગે વડાપ્રધાન મોદીએ પણ નારાજગી વ્યકત કરી હતી પણ તેની કોઇ અસર મધ્યપ્રદેશના ભાજપ ધારાસભ્યને જોવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાા ઠાકુરના નિવેદન અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેઓ કદાપિ પ્રજ્ઞાા ઠાકુરને માફ નહીં કરે. મહૂના ભાજપના ધારાસભ્ય ઉષા ઠાકુરનો એક વીડિયો સામે આવ્યો છે.
આ વીડિયોમાં એક ટીવી ચેનલે ઉષા ઠાકુરને પ્રશ્ર કર્યો હતો કે શું ગોડસે રાષ્ટ્રવાદી હતાં? તો તેના જવાબમાં ઉષા ઠાકુરે જણાવ્યું હતું કે નાથુરામ ગોડસે રાષ્ટ્રવાદી હતાં. તે સમયે કઇ પરિસ્થિતિમાં તેમણે ગાંધીજીની હત્યા કરી તે આપણે જાણતા નથી. તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન દેશની ચિંતા કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QyCHNH
via Latest Gujarati News
0 Comments