નવી દિલ્હી, તા. ૩૦
સતત દસ દિવસ સુધી ભાવ વધ્યા પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં ૬ પૈસા અને ડીઝલના ભાવમાં ૬ થી ૭ પૈસાનો ઘટાડો થયો છે.
આ અગાઉ બુધવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના છેલ્લા તબકકાના મતદાન એટલે કે ૧૯ મે પછી પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવ્યા છે.
આ અગાઉ ૧૮ મેના રોજ પેટ્રોલના ભાવમાં જ્યારે ૧૪ મેના રોજ ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવમાં ૬ પૈસાનો ઘટાડો કર્યો છે. દિલ્હી, કોલકાતા, મુંબઇમાં ડીઝલ છ પૈસા પ્રતિ લિટર જ્યારે ચેન્નાઇમમાં સાત પૈસા સસ્તું થયું છે.
આજના ઘટાડા પછી પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૭૧.૮૦ રૃપિયા, કોલકાતામાં ૭૩.૮૬ રૃપિયા, મુંબઇમાં ૭૭.૪૧ રૃપિયા અને ચેન્નાઇમાં ૭૪.૫૩ રૃપિયા થઇ ગયો છે. આજના ઘટાડા પછી ડીઝલનો ભાવ દિલ્હીમાં ૬૬.૬૩ રૃપિયા, કોલકાતામાં ૬૮.૩૯ રૃપિયા, મુંબઇમાં ૬૯.૮૨ રૃપિયા અને ચેન્નાઇમાં ૭૦.૪૩ રૃપિયા થઇ ગયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JNQYpk
via Latest Gujarati News
0 Comments