૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ૭૮ મહિલા ઉમેદવારો વિજેતા બની છે. આઝાદી પછીની ૧૭ લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મહિલા સંસદમાં બેસશે. સૌથી નવાઇની વાત તો એ છે કે ઓડિશા રાજયની ૨૫ વર્ષની ચંદ્રાણી મૂર્મું નામની મહિલા લોકસભા સાંસદ તરીકે ચૂંટાઇ છે. ચંદ્રાણી મુર્મુએ કૈયોન્જર બેઠક પર ભાજપના ઉમેદવાર અનંત નાયકને ૬૮ હજાર મતોથી હરાવ્યા છે. આ સાથે જ ભારતની લોકસભાની સૌથી નાની વયની મહિલા સાંસદ બની છે. તે કોંગ્રેસના એક સમયે બે વાર સાંસદ રહેલા હરિહરન સોરેનની પૌત્રી છે.
ચંદ્રાણીએ ૬ એપ્રિલના રોજ ઓડિશાના સ્થાનિક રાજકિય પક્ષ બીજુ જનતાદળ (બીજેડી)માં જોડાઇ હતી. બીજેડીના પ્રમુખ નવીન પટનાયકે ચંદ્રાણીને ઉમેદવાર તરીકે પસંદ કરી ત્યારે સૌને નવાઇ લાગી હતી. બીજેપીના બે વાર સાંસદ રહી ચૂંકેલા અનંત નાયક એક મજબૂત ઉમેદવાર ગણાતા હોવાથી તે જીતશે એ બાબતે પણ શંકા કરવામાં આવતી હતી. ચંદ્રાણીની ચૂંટણી પ્રચાર દરમિયાન મજાક ઉડાડવામાં આવતી છતાં તે હિંમત હારી ન હતી. પોતાના પિતાના નામને લઇને ખોટી માહિતી આપવાનો આક્ષેપ કરીને સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવામાં આવ્યા હતા. છતાં લોકસભાની સાંસદ બનીને રાજનીતિએ તેના લોહીમાં હોવાનું સાબીત કર્યુ હતું. લોકસભાની ચૂંટણી લડવા માટે ટીકિટ મળીએ ખુદ તેના માટે પણ સરપ્રાઇઝ જેવું હતું.
લોકસભા ચૂંટણી પ્રચાર માટે તેની પાસે માત્ર ૨૦ જ દિવસનો સમય હતો. જેવી ટીકિટ મળી કે તરત જ લોકસભા ક્ષેત્રમાં આવતી સાતેય વિધાનસભાઓને આવરી લેતો ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઓરિસ્સામાં ખનીજ અને કુદરતી સંપતિ વધારે હોવા છતાં રાજય પછાત છે અને બેરોજગાર યુવાનોની સંખ્યા વધારે છે એ વાતનું દુખ છે.ખુદ બી ટેકનો અભ્યાસ કર્યા પછી નોકરીની શોધમાં હતી ત્યારે તેને યુવા સાંસદ તરીકે સંસદમાં પહોંચવાનો મોકો મળ્યો છે.
નામ - ચંદ્રાણી મુર્મું
જ્ન્મ - ૧૬ જુન ૧૯૯૪
જન્મ સ્થળ - ટીકરગુમુરા
રાજય- ઓડિશા
બેઠક - કૈયોન્જહર
જીતનું માર્જીન - ૬૮૦૦૦
પક્ષ - બીજુ જનતાદળ (બીજેડી)
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YZV7do
via Latest Gujarati News
0 Comments