યોગી આદિત્યનાથના વ્યક્તિત્વ પર આધારિત ફિલ્મ બનશે


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 4 મે 2019, શનિવાર

પીએમ મોદીની બાયોપિકનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં યોગીઆદિત્યનાથ પર આધારિત ફિલ્મ બનાવાની વાત આવી છે. 

રિપોર્ટસના અનુસાર, આ ફિલ્મ યોગી આદિત્યનાથની બાયોપિક નહીં હોય. પરંતુ  ફિલ્મના મુખ્ય પાત્રનું વ્યક્તિત્વ યોગી આદિત્યનાથથી પ્રેરિત હશે. યોગીનું પાત્ર કુમુદ મિશ્રા ભજવશે, જેણે 'રોકસ્ટાર અને જોલી એલેલબી' જેવી ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બનારસ શહેરમાં સેટ કરવામાં આવશે.આ ફિલ્મની  વાર્તા એક મુસ્લિમ મૂર્તિકારની વાર્તા દર્શાવશે, જેએક ધર્મને નથી માનતો, તે મંદિરો માટે મૂર્તિઓ બનાવતો હોય છે. 

આ ફિલ્મનું દિગ્દર્શન જૈગમ ઇમામ કરવાનો છે. કુમુદ મિશ્રા એક સ્થાનિક નેતાના પાત્રમાં જોવા મળશે. જે સીએમ યોગી સાથે મેળ ખાતું હશે. આ ફિલ્મ પર કામ પુરુ થઇ ગયું છે. અને જલદી તેની રીલિઝ તારીખની ઘોષણા કરવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H21835
via Latest Gujarati News

Post a Comment

0 Comments