લખનૌ તા.12 મે 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં હજારો સરકારી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં લખનૌના પીડબલ્યુ ડી વિભાગની અધિકારી રીના દ્રિવેદી પણ સામેલ છે.
રીના દ્વિવેદીને કદાચ કલ્પના પણ નહી હોય કે તે રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર બની જશે.ચૂંટણીની ફરજ બજાવવા માટે હાથમાં ઈવીએમ મશીન લઈને જતી રીના દ્વિવેદીએ પીળી સાડી પહેરી હતી અને તે વખતે એક ફોટોગ્રાફરે તેમની તસવીર ક્લિક કરી લીધી હતી.
એ પછી મતદાનમાં ફરજ બજાવતી વખતે બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગીત ચાલતી હોય તેવો વિડિયો વાયરલ થયો હતો.
પીળી સાડીમાં ખૂબસૂરત દેખાતી આ અધિકારીની તસવીર લાખો લોકો જોઈ ચુક્યા છે. તે કહે છે કે, જે પણ કામ કરવુ તે બિન્દાસ્ત થઈને કરવુ તેવુ મારુ માનવુ છે અને તે પછી ચૂંટણીની ફરજ કેમ ના બજાવવાની હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VjGRtF
via Latest Gujarati News
0 Comments