ન્યુઝીલેન્ડના કોચે થાકેલા ક્રિકેટરોને એક સપ્તાહનું 'વેકેશન' આપ્યું!

વેલિંગ્ટન, તા.૧૧

ન્યુઝીલેન્ડના મોટાભાગના ખેલાડીઓ આઇપીએલની સિઝન પુરી કર્યા બાદ હવે સ્વદેશ રવાના થઈ ચૂક્યા છે. વર્લ્ડ કપને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે ખેલાડીઓને તરોતાજા રાખવા માટે અનોખી ટેકનિક અપનાવી છે. ગેરી સ્ટેડે આઇપીએલમાં થાકીને પાછા ફરી રહેલા ખેલાડીઓને એક સપ્તાહનું વેકેશન આપ્યું છે.

ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડની ટીમ આવતા સપ્તાહે રવાના થાય તેવી શક્યતા છે અને આ સમયે બધા પ્લેયર્સ એકઠા થશે. હાલમાં તો તેઓ તેમના પરીવારની સાથે સમય વિતાવી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ગત વર્લ્ડકપમાં ફાઈનલમાં મેક્કુલમની આગેવાનીમાં ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જોકે સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હારી ગયું હતુ. 

વર્લ્ડકપની ટીમમાં સામેલ ન્યુઝીલેન્ડના મોટાભાગના ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લઈ રહ્યા હતા, જેના કારણે ન્યુઝીલેન્ડે તેની વર્લ્ડ કપ ટીમના માત્ર પાંચ જ ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં પ્રેક્ટિસ મેચની સિરીઝ રમવા મોકલ્યા હતા. ન્યુઝીલેન્ડનો આધારભૂત બેટસમેન રોસ ટેલર હાલ ઈંગ્લેન્ડમાં મિડલસેક્સ કાઉન્ટીની ટીમ તરફથી રમી રહ્યો છે અને તે સીધો જ ઈંગ્લેન્ડમાં જ ટીમની સાથે જોડાશે. 

સ્ટેડ માને છે કે, વર્લ્ડકપ જેવી અત્યંત તનાવભરી ટુર્નામેન્ટ અગાઉ ખેલાડીઓને થોડો હળવાશનો સમય મળે તે જરુરી છે. જોકે એક વખત ટીમ વર્લ્ડકપ માટે એકઠી થઈ જશે, ત્યારે તેમનું લક્ષ્ય એકમાત્ર ટ્રોફી જીતવાનું જ રહેશે. આઇપીએલમાં ન્યુઝીલેન્ડનો કેપ્ટન વિલિયમસન સૌથી વધુ નવ મેચો રમ્યો હતો. જ્યારે ગપ્ટિલ અને સાઉથીને ૩-૩ મેચ રમવા મળી હતી. સોઢી બે મેચમાં રમ્યો હતો.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LD9q5M
via Latest Gujarati News

Post a Comment

0 Comments