આપણે ત્યાં મોટાભાગના ઘરમાં રાંઘી લીધાં પછી જમતી વખતે રસોઈને ગરમ કરીને ખાવામાં આવે છે. પરંતુ કેટલાક પદાર્થો એવાં હોય છે જેને ફરી ગરમ કરીને ખાવામાં આવે તો ગંભીર સમસ્યાઓ થઇ શકે છે.

પાલક હેલ્થ માટે બહુ લાભદાયી છે. તેને ગમે તે રીતે રાંધીને ખાવાથી ૧૦૦ ટકા લાભ થાય છે. પરંતુ જો તે ઠંડી થઇ જાય તો તેને ગરમ કરીને ખાવામાં આવે તો કેન્સરનું જોખમ વધી શકે છે.

બટાટાનું શાક કદી ગરમ કરીને ના ખાવું જોઈએ. એનાથી પાચનક્રિયા બગડે છે અને પેટની તકલીફ થાય છે. કેટલાક લોકો બીટનું શાક ખાય છે. આ શાકને ફરી ગરમ કરીને ખાવાથી શરીર પર માઠી અસર થાય છે. ભારતના લગભગ દરેક ઘરમાં ઠંડા ભાતને ગરમ કરીને ખાવામાં આવે છે. ખાસ યાદ રાખો કે તેનાથી લાંબાગાળે શરીરને નુકસાન થાય છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W1hGkN
via Latest Gujarati News
0 Comments