મુંબઇ તા.7 મે 2019 મંગળવાર
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન અને તબુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ જવાની જાનેમન જૂનમાં લંડનમાં ફ્લોર પર જશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
આ ફિલ્મનું ડાયરેક્શન નીતિન કક્કડ કરવાના છે જેમણે મિત્રોં, નોટબુક અને ફિલ્મિસ્તાન જેવી ફિલ્મો કરી છે. જેકી ભગનાનીની પૂજા એન્ટરટેઇનમેન્ટ, સૈફ અલી ખાનની બ્લેક નાઇટ ફિલ્મ્સ અને જય સેવકરામાણીની નોર્ધર્ન લાઇટ્સ ફિલ્મ્સ એમ ત્રણ બેનર આ ફિલ્મના સહનિર્માતા છે.
૨૦૧૯નું વર્ષ સૈફ અલી ખાનને સતત બીઝી રાખે એવું નીવડયું છે. જવાની જાનેમન ઉપરાંત સૈફ અજય દેવગણની તાનાજી ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મના પાત્રને ન્યાય આપવા એણે તલવારબાજી અને ઘેાડેસવારીની પણ આકરી તાલીમ લીધી છે. તાનાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો વફાદાર અને બહાદૂર સેનાપતિ હતો. આ રોલ માટે સૈફે દસ કિલો વજન ઘટાડયું હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી.
આ ઉપરાંત સૈફ હોલિવૂડની હિટ ફિલ્મ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ પરથી હિન્દીમાં બની રહેલી ફિલ્મ દિલ બેચારામાં પણ ચમકી રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vGoAfL
via Latest Gujarati News
0 Comments