લોસ એંજલ્સ મુંબઇ તા.7 મે 2019 મંગળવાર
હોલિવૂડની મોખરાની અભિનેત્રી એન હેથવેએ કહ્યું હતું કે હું અભિનય ક્ષેત્રે આવી ત્યારે આટલી બધી સફળતાની મેં અપેક્ષા રાખી નહોતી.
'મને કલ્પનાય નહોતી કે મને આટલી બધી સફળતા મળશે. કદી સપનેય એવી કલ્પના આવી નહોતી. મારી અપેક્ષા કરતાં મને દર્શકોએ ઘણું વધારે આપ્યું છે. હું મારી જાતને ખુશકિસ્મત સમજું છું' એમ એને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
ઇટી ઓનલાઇન ડૉટ કોમને આપેલા ઇન્ટરવ્યૂમાં એને કહ્યું હતું કે સફળતા માટે હું આટલી બધી મહેનત કરી શકીશ એવી ય મને તો કલ્પના નહોતી. ઠીક છે, ટ્રાય કરું એમ માનીને મેં શરૃઆત કરી હતી. જે રીતે મને લોકોએ પ્રેમ અને આવકાર આપ્યો અને જે પ્રકારની સફળતા મને મળી એ મારા માટે કલ્પના કરતાં અનેકગણી વધારે છે અને એ માટે હું મારી જાતને ખુશનસીબ સમજું છું. આવો પ્રેમ અને આવી સફળતા મને બીજા વ્યવસાયમાં મળી હોત કે કેમ એ શંકાજનક છે.ઔએનને ઓસ્કાર એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બ્રિટિશ ફિલ્મ એવોર્ડ જેવા અનેક એવોર્ડ મળ્યા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PPZO5Y
via Latest Gujarati News
0 Comments