રેપનો આરોપી એક્ટર કોર્ટમાં ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો

મુંબઇ તા.7 મે 2019 મંગળવાર

 જસ્સી જૈસી કોઇ નહીં, સાયા અને દિશાયેં જેવી ટીવી સિરિયલોનો હિટ અભિનેતા કરણ ઓબેરોયને પોલીસે રેપ અને બ્લેકમેઇલના આરોપ બદલ કોર્ટમાં રજૂ કર્યો ત્યારે આ કલાકાર ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયો હતો.

મનોરંજન ઉદ્યોગ  સાથે સંકળાયેલી એક ફેશન ડિઝાઇનરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતંુ કે કરણે એના પર રેપ કર્યો હતો અને એે રેપની વિડિયો ક્લીપ બનાવીને એના દ્વારા એ મારી પાસેથી ધાકધમકી દ્વારા પૈસા કઢાવતો હતો.

પીડિતાએ ૨૦૧૮માં કરણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સોમવારે કરણને અંધેરી કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે કરણ  કોર્ટમાં પોક મૂકીને રડી પડયો હતો. કોર્ટે એને ૯મી મે સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પીડિતાએ કોર્ટને કહ્યું હતું કે મારી સાથે દગો કરીને કરણે મારા પર રેપ કર્યો હતો અને એની વિડિયિ ક્લીપ બનાવીને મારી સાથે ધાકધમકી કરીને પૈસા પણ કઢાવતો હતો. એણે એવો દાવો કર્યો હતો કે મારું ઘર ગિરવે પડયું છે એટલે મેં એને આર્થિક મદદ કરી હતી. મારા પૈસે એણે પોતાના ઘરમાં ઘરવખરી પણ વસાવી હતી. મને બહારથી ખબર પડી હતી કે એ મારી સાથે છેતરપીંડી કરી રહ્યો હતો. મેં મારા પૈસા પાછા માગ્યા ત્યારે એણે મને બ્લેકમેઇલ કરવાનું શરૃ કર્યું હતું.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J5qGP2
via Latest Gujarati News

Post a Comment

0 Comments