13448 કરોડના ખર્ચે સેનામાં સામેલ થશે બીજી 466 ટી-90 ટેન્ક

નવી દિલ્હી, તા. 7. મે. 2019 મંગળવાર

ભારતીય સેના રશિયા પાસેથી 13448 કરોડ રુપિયાના ખર્ચે વધુ 466 જેટલી ટી-90 ટેન્કોને પોતાના કાફલામાં સામેલ કરશે.

આ ટેન્કો સેનાને 2022 થી 2026ની વચ્ચે મળી જશે.જેને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.પાકિસ્તાન પણ આ પ્રકારની 360 ટેન્કો ખીદવાના પ્રયાસ કરી રહ્યુ છે.

સૂત્રોએ કહ્યુ હતુ કે, નવી ટી 90 ટેન્ક અપગ્રેડ વર્ઝન હશે.રાતે પણ લડી શકવાની ક્ષમતાથી સજ્જ હશે.અને તેને ભારતમાં બનાવાશે.આ માટેની કાર્યવાહી રશિયા સાથે પુરી થઈ ગઈ છે.ચેન્નાઈ સ્થિત ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની હેવી વ્હિકલ ફેક્ટરીમાં આ ટેન્ક બનશે.

હાલમાં ભારત પાસે લગભગ 1070 ટી-90 ટેન્ક છે.આ સીવાય 124 અર્જુન અને 2400 ટી 72 પ્રકારની ટેન્ક છે.

પાકિસ્તાન સામે ભારતીય સેનાની યુધ્ધનીતિ ટી-90 ટેન્કના ફોર્સની આસપાસ કેન્દ્રીત છે.સેના ટી 90 ટેન્કો માટે વધારાના લેસર ગાઈડેડ મિસાઈલ અને ખાસ પ્રકારના ગોળા ખરીદી રહી છે.

જોકે હજી સેનાનો મહત્વકાંક્ષી ફ્યુચર રડી કોમ્બેટ વ્હિકલ પ્રોજેક્ટ હજી શરુ થયો નથી.આ પ્રોજેક્ટના ભાગરુપે જુની ટી 72 ટેન્કોને બદલવાની યોજના છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/3058E4L
via Latest Gujarati News

Post a Comment

0 Comments