બિહારઃ હોટલના રૂમમાંથી 6 EVM મળતા હંગામો

નવી દિલ્હી, તા. 7. મે 2019 મંગળવાર

બિહારના મુઝ્ઝફરપુરની એક હોટલના રુમમાંથી 6 ઈવીએમ મળતા ચકચાર મચી ગઈ છે.એ પછી ભારે હંગામો થયો હતો.

મુઝ્ઝફરપુરના વહિવટીતંત્રના અધિકારી આલોક ઘોષના કહેવા પ્રમાણે સેક્ટર મેજિસ્ટ્રેટ અવધેશ કુમાર પર આ ઈવીએમ સાચવવાની જવાબદારી હતી.અવધેશકુમારે પોતાની સફાઈમાં કહ્યુ છે કે, આ ઈવીએમ બેકઅપ માટે હતા.જેથી કોઈ બૂથ પર ઈવીએમ ખરાબ થાય તો તેની જગ્યાએ આ ઈવીએમ મુકી શકાય.

સ્થાનિક અહેવાલો પ્રમાણે સેક્ટર મેજિસ્ટ્રેટના ડ્રાઈવરને નજીકના પોલિંગ બૂથ પર મતદાન કરવુ હતુ.આથી તેમણે ઈવીએમ નજીકની હોટલમાં ણુક્યા હતા.જોકે મતદાન મથક પર કેટલાકને આ વાતની જાણકારી મળતા જ તેમણે ગરબડ થઈ હોવાની શંકા વ્યક્ત કરીને હંગામો મચાવ્યો હતો.

સ્થાનિક તંત્રે આ ઈવીએમ કબ્જે કર્યા છે.સેક્ટર મેજિસ્ટ્રેટને બેદરકારી બદલ નોટિસ આપવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PRS83c
via Latest Gujarati News

Post a Comment

0 Comments