મુઝે કબાબ મેં હડ્ડી નહીં બનના હૈ

મુંબઇ તા.7 મે 2019 મંગળવાર

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યર ટુથી અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહેલી નવોદિત અભિનેત્રી અનન્યા પાંડેએ કહ્યું હતું કે કાર્તિક આર્યન અન્યને ડેટ કરતો હોય તો ભલે કરે, મારે કબાબમાં હડ્ડી બનવું નથી.

વીતેલા દાયકાના મોખરાના અભિનેતા ચંકી પાંડેની પુત્રી એવી અનન્યા કરણ જોહરના હિટ ટીવી શો કૉફી વીથ કરણમાં મહેમાન તરીકે આવી હતી ત્યારે એણે કહ્યું હતું કે મને કાર્તિક આર્યન ક્યૂટ લાગે છે. એની સાથે ડેટિંગ કરવાની મારી ઇચ્છા છે.

પરંતુ કાર્તિક તો સારા અલી ખાન સાથે મહિલા ડેટિંગ કરી રહ્યો છે એવું જણાવતાં અનન્યાએ કહ્યું કે ભલે કરે, મારે એ બંનેના અફેરમાં કબાબમાં હડ્ડી બનવું નથી.

અનન્યા અને તારા સૂતરિયા બંને સ્ટુડન્ટ ઑફ ધી યરમાં ટાઇગર શ્રોફ સાથે ચમકી રહી છે. હાલ એ પોતાની આ પહેલી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અત્યાર અગાઉ સારા અલી ખાન પણ કહી ચૂકી છે કે મને કાર્તિક આર્યન સાથે ડેટિંગ કરવામાં રસ છે.

કાર્તિક અને અનન્યા પતિ પત્ની ઔર વોની રિમેકમાં સાથે ચમકી રહ્યાં છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J7GS2b
via Latest Gujarati News

Post a Comment

0 Comments