ફેની વાવાઝોડાગ્રસ્ત વિસ્તારો માટે એક કરોડનું દાન આપ્યું

મુંબઇ તા.7 મે 2019 મંગળવાર

દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ત્રાટકેલા ફેની વાવાઝોડાનો શિકાર બનેલા લોકોની રાહત માટે મોખરાના એક્શન કમ કોમેડી સ્ટાર અક્ષય કુમારે એક કરોડ રૃપિયા દાનમાં આપ્યા હતા.

છેલ્લા થોડા દિવસથી અક્ષય વિવાદના કેન્દ્રમાં છે. તાજેતરમાં એણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લીધો અને ત્યારપછી એણે ટ્વીટ કરી કે પોતે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શક્યો નથી.

એ સાથે કેટલાક લોકો સોશ્યલ મિડિયા પર એને ટ્રોલ કરતા થઇ ગયા હતા. ખાસ કરીને અભિનેતા કમ ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાન અને અભિનેતા એઝાઝ ખાને એની આકરી ટીકા કરી હતી. કમાલ ખાને લખ્યું હતું કે જે માણસ કેનેડિયન પાસપોર્ટ જાળવી રાખવા ભારતીય નાગરિકત્વ જતું કરે છે એ માણસ પાસે દેશભક્તિની આશા શી રીતે રાખવી ? 

તો એઝાઝ ખાને લખ્યું હતું કે સલમાન ખાન, આમિર ખાન અને શાહરુખ ખાન જેવા ખાન કલાકારો પાસે કેનેડાનો પાસપોર્ટ હોત તો એ બધા દેશદ્રોહી ગણાઇ ગયા હોત.

જો કે અક્ષય કુમારે સ્વસ્થતા જાળવી રાખીને એટલુંજ કહ્યું હતું કે મારો પાસપોર્ટ કેનેડાનો છે એ હકીકત મેં કદી કોઇનાથી છૂપાવી નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JopQw6
via Latest Gujarati News

Post a Comment

0 Comments