મુંબઇ તા.7 મે 2019 મંગળવાર
નેશનલ એવોર્ડ વિજેતા સ્ક્રીપ્ટ લેખક અપૂર્વ અસરાની હવે ફિલ્મ ડાયરેક્ટર બની રહ્યો છે. ડઝનબંધ હિટ ફિલ્મોની સ્ક્રીલપ્ટ લખનારા આ લેખકે ટ્વીટર પર આ વાતની જાહેરાત કરી હતી.
એણે લખ્યું હતું કે હું ફિલ્મ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છું એ હકીકતની આપ સૌને જાણ કરતાં મને આનંદ થાય છે. મારી આ પહેલી ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા સત્યા અને અલીગઢ ફેમ મનોજ બાજપેયી હીરો હશે. આટલું ઓછું હોય તેમ એ સહનિર્માતા પણ હશે.
તેણે વધુમાં એવી માહિતી આપી હતી કે આ ફિલ્મની કથા માનસિક આરોગ્યને લગતા વિષયની છે. હાલ હું સ્ટોરીલાઇન અંગે વધુ કંઇ કહી શકું એમ નથી. વેઇટ એન્ડ વૉચ.
અગાઉ અપૂર્વે કેટલીક સરસ સ્ક્રીપ્ટ આપી હોવા છતાં એને અન્યાય કરવામાં આવ્યો હતો. એવો એક નોંધનીય દાખલો હંસલ મહેતાની ફિલ્મ સિમરનનો હતો. અમેરિકામાં વસતી એક ગુજરાતી મહિલા જુગારમાં મોટી રકમ હારી જતાં બેંક લૂંટવાની યોજના ઘડે છે એવી કથા ધરાવતી આ ફિલ્મની સ્ક્રીપ્ટ અપૂર્વે લખી હતી પરંતુ સ્ક્રીપ્ટ રાઇટરની ક્રેડિટ હંસલ મહેતાએ પોતાની માનીતી અભિનેત્રી કંગના રનૌતને આપી હતી. અપૂર્વે વિરોધ કર્યો હતો પરંતુ હંસલ મહેતા માન્યા નહોતા. જો કે સિમરન ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VOzfU7
via Latest Gujarati News
0 Comments