મુંબઇ તા.7 મે 2019 મંગળવાર
હાલ એક ટીવી ચેનલ પર ચાલી રહેલી પતિયાલા બેબ્સ સિરિયલમાં અભિનય કરતી ચાઇલ્ડ આર્ટિસ્ટ અશનૂર કૌર ( મિન્ની ખુરાના)ને સોમવારે જાહેર થયેલા દસમા ધોરણની પરીક્ષાના પરિણામમાં ૯૩ ટકા મળ્યા હોવાની જાહેરાત થતાં સ્વાભાવિક રીતેજ અશનૂર ખૂબ ખુશ હતી.
સિરિયલના સેટ પર હાજર રહેલા સૌ કોઇએ એને હાર્દિક અભિનંદન આપ્યા હતા. શૂટિંગના બીઝી શિડયુલ છતાં આ અભિનેત્રી સતત અભ્યાસ કરતી રહી હતી. એની મહેનત રંગ લાવી હતી અને દસમા ધોરણમા જાહેર થયેલા પરિણામમાં એને ૯૩ ટકા માર્ક્સ મળ્યા હોવાનું જાહેર થયું હતું.ઔએણે મિડિયાને કહ્યું હતું કે મારી ધારણા ૯૦ ટકા માર્ક આવશે એવી હતી. પરંતુ રિઝલ્ટ જાહેર થયું ત્યારે મને જાણ થઇ કે મને ૯૩ ટકા માર્કસ આવ્યા છે. હું તો આનંદની મારી ચીસો પાડવા લાગી હતી. મારી સાથે સેટ પર મારી મમ્મી હતી. એની આંખોમાંથી આંસુ વહેતા હતા અને સેટ પર બધા મને અભિનંદન આપતા હતા.
તાજેતરમાં પોતાનો બર્થ ડે ઊજવનારી અશનૂર પંદર વર્ષની છે. એણે કહ્યું હું કોમર્સ શાખામાં પ્રવેશ લેવાની છું. એમાં આગળ વધવાના ઓપ્શન્સ ઘણા છે.
અશનૂરે ઝાંસી કી રાની સિરિયલથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યારબાદ એણે ના બોલે તુમ, ના મૈંને કુછ કહા, યહ રિશ્તા ક્યા કહલાતા હૈ અને પૃથ્વી વલ્લભ સિરિયલોમાં કામ કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JhJPMS
via Latest Gujarati News
0 Comments