વેટ લૉસ કરી ઘણી તકલીફો ઘટાડશે, જીરાનું પાણી

રસોઈમાં વપરાતુ જીરું ખાવામાં જેટલું અગત્યનું છે એટલું જ એનું પાણી લાભદાયી છે. જીરામાં કોપર, મેંગેનીજ, મિનરલ્સની સાથે જ ભરપૂર એન્ટીઓક્સિડન્ટ્સ હાજર હોય છે. આ બધા તત્વો શરીરને નુકસાન પહોંચાડતા રેડિકલ્સથી બચાવે છે અને એમને શરીરમાંથી બહાર કાઢે છે.


- જીરાનું પાણી પીવાથી ઝડપથી વજન ઉતરે છે,  જો તમારે પેટની ચરબી ફટાફટ ઉતારવી હોય તો  રોજે સવારે જીરાનું પાણી પીઓ. આનાથી ચરબી ફટાફટ ઘટવા લાગશે.

- રોજે જીરાનું પાણી પીવાથી ત્વચા ચમકદાર થાય છે અને ખીલ પણ નથી થતાં. તેમાં રહેલા પોષકતત્વોને લીધે સ્કીન રિલેટેડ સમસ્યાઓ ઘટી જાય છે.

- જીરાનું પાણી પીવાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ મજબુત બને છે. કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

- જીરાનું પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ અને ફેટ શરીરમાં જમા નથી થઇ શકતા. તેથી જ જીરાનું પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે.

- જીરાના પાણી પીવાથી માથુ ધોવાથી વાળ નરમ અને ચમકદાર બને છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30aqof0
via Latest Gujarati News

Post a Comment

0 Comments