મને વન્ડર વૂમની માતાના રોલની ઑફર મળી હતી

લોસ એંજલ્સ મુંબઇ તા.7 મે 2019 મંગળવાર

હોલિવૂડની માતબર અભિનેત્રી ચાર્લીઝ થેરોને હોલિવૂડની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે મને સુપરવૂમનની કથા ધરાવતી ફિલ્મ વન્ડર વૂમનમાં હીરોઇનની માતાના રોલની ઑફર મળી હતી.

'વાસ્તવમાં મારી અને વન્ડર વૂમની હીરોઇન ગેલ ગેડોટની ઉંમર વચ્ચે ફક્ત આઠ વર્ષનો ફરક છે. હું ગેલ કરતાં ફક્ત આઠ વર્ષ મોટી છું. પરંતુ મને ગેલની માતાના રોલની ઑફર આપવામાં આવેલી. એના પરથી તમે કલ્પના કરો કે હોલિવૂડ પ્રૌઢાવસ્થા તરફ જઇ રહેલા કલાકારો સાથે કેવું વર્તન કરે છે' એમ થેરોને કહ્યું હતું.

થેરોન વ્હૉટ હેપન્સ લાઇવ વીથ એન્ડી કોહેન નામના લોકપ્રિય ટીવી પ્રોગ્રામમાં એ બોલી રહી હતી.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JlpEO4
via Latest Gujarati News

Post a Comment

0 Comments