પ્રિયંકા ચોપરાએ અમેરિકી મેગેઝિન સામે બદનામીનો દાવો ઠોકી દીધો


ન્યૂયોર્ક તા.3 એપ્રિલ 2019 બુધવાર

ઇન્ટરનેશનલ અભિનેત્રી ગણાતી પ્રિયંકા ચોપરાએ પોતાની લગ્નજીવનમાં તિરાડ પડી હોવાના અને છૂટાછેડા થઇ રહ્યા હોવાના સમાચાર પ્રગટ કરનારા અમેરિકી મેગેઝિન ઓકે સામે બદનામીનો દાવો ઠોકી દીધો હતો.

ગયા સપ્તાહે આ સમાચાર અમેરિકી મેગેઝિન ઓકેએ  છાપ્યા કે તરત દુનિયાભરના મિ઼ડિયામાં આ સમાચાર વહેતા થયા હતા એટલે પ્રિય્ંકાના લાખ્ખો ચાહકોને આંચકો લાગ્યો હતો. જો કે પ્રિયંકાના સાસરિયાએ તરત આ સમાચારને રદિયો આપ્યો હતો. પ્રિયંકાના અંગત સ્ટાફે  પણ આ સમાચાર ખોટા હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી. 

પરંતુ પ્રિયંકાને એમ લાગે છે કે આ ખોટા સમાચારથી પોતાની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો હતો એટલે એણે ઓકેક મેગેઝિન સામે બદનામીનો દાવો ઠોકી દીધો હતો અને કહ્યું હતું કે તમારા સમાચારની સચ્ચાઇ પુરવાર કરો અથવા અમને વળતર આપો. ઓકે મેગેઝિન આ કેસ હારી જશે તો અમેરિકી કાયદા મુજબ એણે પ્રિયંકાને લાખ્ખો ડૉલર્સ ચૂકવવા પડશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CO4nII
via Latest Gujarati News

Post a Comment

0 Comments