
નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019 બુધવાર
યંગસ્ટર્સ અને ટીન એજર્સમાં પબજી ગેમના વધતા જતા વળગણથી માતા પિતા પરેશાન છે.આ ગેમનુ વ્યસન ધીરે ધીરે એક સામાજીક મુદ્દો બની રહ્યુ છે.
તેમાં પણ હવે આ ગેમ રમવા માટે યુઝર્સ કોઈ પણ હદે જવા તૈયાર થઈ રહ્યા છે.તેલંગાણામાં બનેલા એક દર્દનાક કિસ્સામાં તો દસમા ધોરણના વિદ્યાર્થીએ પબજી નહી રમવા દેવાના કારણે આત્મહત્યા કરી લીધી છે.
કલ્લાકુરી સંબાશિવ નામના વિદ્યાર્થીના પિતા ભરત રાજે પોલીસને કહ્યુ હતુ કે, સંબાશિવ પોતાના ફોનથી પબજી રમતો રહેતો હતો અને તેની માતા ઉમાદેવીએ સોમવારે રાતે સંબાશિવને પબજી નહી મરવા માટે ટોક્યો હતો.જેનાથી તે રોષે ભરાયો હતો અને પંખા પર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસે કહ્યુ હતુ કે, સંબાશિવ પબજી રમવા માટે પરીક્ષાની તૈયારીમાં ધ્યાન નહોતા આપી રહ્યો.આથી તેની માતાએ તેને ફટકાર્યો પણ હતો.એ પછી તે પોતાના રુમમાં જતો રહ્યો હતો અને રુમ અંદરથી બંધ કરીને આત્મહત્યા કરી લીધી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUxQql
via Latest Gujarati News
0 Comments