દબંગ-3નુ શૂટિંગ શરુ થતા જ સલમાન વિવાદમાં, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

બોલીવૂડ સુપર સ્ટાર સલમાનખાને મધ્યપ્રદેશમાં નર્મદાના ઘાટ પર દંબગ-3નુ શૂટિંગ શરુ કરી દીધુ છે.જોકે શૂટિંગના બીજા જ દિવસે સલમાનખાન વિવાદમાં ઘેરાયો છે.

ફિલ્મના શૂટિંગમાં ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સ્થાનિક સંગઠન નવયુવક હિન્દ મંડળે મુક્યો છે.સંગઠનનુ કહેવુ છે કે, મહેશ્વરમાં નર્મદા ઘાટ પર દબંગ 3ના ટાઈટલ ગીતના શૂટિંગ દરમિયાન સાધુ સંતોને નાચતા બતાવાયા છે.જેનાથી  ભારતીય સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ થઈ રહી છે.

સંગઠને કલેક્ટરને આવેદનપત્ર આપીને કહ્યુ છે કે, આ ફિલ્મનુ શૂટિંગ રોકવામાં આવે.ફિલ્મ બનાવનાર ધાર્મિક લાગણીઓ સાથે રમત કરી રહ્યા છે.

દબંદ ત્રણનુ શૂટિંગ મહેશ્વર અને મધ્યપ્રદેશના અન્ય એક સ્થળ માંડુમાં થવાનુ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ut5HuC
via Latest Gujarati News

Post a Comment

0 Comments