આલિયાની માતાનો પાક પ્રેમ જાગ્યો, કહ્યું કે પાકિસ્તાનમાં વધારે ખુશ રહીશ


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટની માતા અને પીઢ એક્ટ્રેસ સોની રાઝદાને પણ બોલીવૂડના કેટલાક કલાકારોની જેમ પોતાનો પાકિસ્તાન પ્રેમ છતો કર્યો છે.

એક ફિલ્મના પ્રમોશન માટેના ઈન્ટરવ્યૂ દરમિયાન સોની રાઝદાને કહ્યુ હતુ કે, હું જયારે પણ કશું બોલુ છુ ત્યારે સોશ્યલ મીડિયા પર લોકો મને ટ્રોલ કરે છે.મને દેશદ્રોહી પણ કહેવામાં આવે છે.ક્યારેક કયારેક હું વિચારુ છું કે મારે પાકિસ્તાન જતુ રહેવુ જોઈએ.ત્યા હું વધારે ખુશ રહીશ.ત્યાં ભોજન પણ સારુ હોય છે.એમ પણ લોકોએ પાકિસ્તાન જતા રહો કહીને મને ટ્રોલ કરેલી જ છે.

સોનીએ કહ્યુ હતું કે, હું મારી મરજીથી પાકિસ્તાનમાં રજા ગાળવા જઈશ.મને ટ્રોલ્સથી કોઈ ફરક પડતો નથી.સાથે સાથે હું ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના વિરોધમાં છે.પાકિસ્તાનમાં મિક્સ કલ્ચર નથી એટલે જ તે સારો દેશ નથી બની શક્યો.

જોકે સોનીએ આપેલા આ  ઈન્ટરવ્યૂ બાદ તે ફરી સોશ્યલ મીડિયા પર ટ્રોલ થવા માંડી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CQQB8e
via Latest Gujarati News

Post a Comment

0 Comments