નવજોત સિંહ સિધ્ધુ કોંગ્રેસથી નારાજ, 20 દિવસથી સંપર્ક વિહોણા

નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2019, બુધવાર

પંજાબના નેતા નવજોત સિંહ સિધ્ધુ લગભગ છેલ્લા 20 દિવસથી તમામ જ કામકાજ છોડીને નિરાંતે બેસી ગયા છે. સિદ્ધુનો કોંગ્રેસના કોઈ નેતા સાથે પણ કંઈ જ સંપર્ક નથી. 

આ માહિતી એમની સાથે જોડાયેલા સૂત્રોએ આપી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ સાથે નારાજગીનું હવે તેમની પાસે કારણ છે. સિદ્ધુના પત્ની નવજોત કોરને તેમની પસંદગીની ચંદીગઢ બેઠક પરથી ટિકિટ આપવાનો કોંગ્રેસે ઈનકાર કર્યો છે.

આ બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન બંસલને ઉમેદવાર બનાવ્યા છે. પહેલા ચર્ચા હતી કે નવજોત કોરને અમૃતસર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે છે જ્યાંથી અમરિંદર સિંહે વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં ભાજપના અરૂણ જેટલીને હરાવ્યા હતા પરંતુ આ ચર્ચાઓ પર પણ ત્યારે વિરામ લાગી ગયો જ્યારે મંગળવાર રાતે કોંગ્રેસે અમૃતસર લોકસભા બેઠક પરથી ગુરજીત સિંહ ઓજલાને ટિકિટ આપી દીધી. 

વર્ષ 2014માં અમૃતસરથી અરૂણ જેટલીને ઉમેદવાર બનાવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી. સિદ્ધુએ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલ કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VgfIIE
via Latest Gujarati News

Post a Comment

0 Comments