
નવી દિલ્હી તા.3 એપ્રિલ 2019 બુધવાર
ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર માયાવતીની અને તેમના ચૂંટણી પ્રતીક હાથીની મૂર્તિઓ સ્થાપવાના આરોપ બદલ સુપ્રીમ કોર્ટમાંચાલી રહેલા કેસમાં માયાવતીએ વિચિત્ર દલીલ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન રામની મૂર્તિ સ્થાપી શકાતી હોય તેા મારી મૂર્તિ કેમ ન સ્થાપી શકાય ?
દલિતો મને પોતાના તારણહાર તરીકે ગણે છે અને મારી પૂજા કરે છે. ભગવાન રામની મૂર્તિ સ્થાપી શકાતી હોય તો દલિતોના તારણહાર એવા મારી મૂર્તિ કેમ ન સ્થાપી શકાય એવી દલીલ માયાવતીએ પોતાની એફિડેવિટમાં કરી હતી. સંસદીય ચૂંટણીના આ દિવસોમાં માયાવતીનો આ હુંકાર એમને ભારે પડે તો નવાઇ નહીં. સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજોને પણ આ એફિડેવિટથી નવાઇ લાગી હતી.
માયાવતીએે એવો દાવો કર્યો હતેા કે દલિતોના ઉદ્ધાર માટે મેં અપરિણિત રહેવાનો નિર્ણય કર્યો હતો.દલિતો મને ભગવાનની જેમ પૂજે છે અને મારી છબી પોતાના ઘરમાં રાખે છે. લોકોની ઇચ્છાને માન આપીને મારી મૂર્તિએા સ્થપાય એમાં વાંધો ક્યાં આવે છે
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CT1mXB
via Latest Gujarati News
0 Comments