
નવી દિલ્હી તા.3 એપ્રિલ 2019 બુધવાર
જમ્મુ કશ્મીરના લેથપોરા વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પ પર 2017માં આતંકવાદી હુમલો કરનારા જૈશ એ મુહમ્મદના રીઢા આતંકવાદી નિસાર અહમદ તાંત્રેને નેશનલ સિક્યોરિટી એજન્સીએ ઝડપી લીધો હતો.
એ પહેલી ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાતમાંથી પલાયન થઇ ગયો હતો. ભારત સરકારે એને ઝડપી લઇને એનએસએેને સોંપી દીધો હતો.
2017માં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરવાની આખીય યોજના તાંત્રેએ બનાવી હતી. સાઉથ કશ્મીરમાં જૈશના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેના ભાઇ નિસાર અહમદની પોલીસને લાંબા સમયથી તલાશ હતી. એનઆઇએની સ્પેશિયલ કોર્ટના જજે એની સામે બિનજામીનપાત્ર વૉરંટ બહાર પાડ્યુ્ં હતું. કશ્મીર ખીણ વિસ્તારમાં જૈશને આગળ વધવામાં સૌથી વધુ મદદ તાંત્રેએ કરી હતી એવું પોલીસે જણાવ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VeEQ2x
via Latest Gujarati News
0 Comments