
પટણા તા.3 એેપ્રિલ 2019 બુધવાર
બિહારના ભૂતપૂર્વ મુક્ય પ્રધાન લાલુ યાદવ જેલમાં બેઠાં બેઠાં પણ રાજકારણ રમી રહ્યાં છે એેવા રાજ્યના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના વિધાન પછી જેલના સત્તાવાળા ટેન્શનમાં આવી ગયા હતા અને વારંવાર લાલુની કોટડીની તલાશી લઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.
લાલુ યાદવ હાલ રાંચીની રીમ્સ હૉસ્પિટલના પેઇંગ વોર્ડ નંબર 10માં કારાવાસ ભોગવી રહ્યા છે. સંસદીય ચૂંટણી જાહેર થઇ ગયા બાદ લાલુના પરિવારમાં સતત ખેંચતાણ થવા લાગી હતી. એમના પુત્ર તેજસ્વી યાદવ અને અન્યો વચ્ચે સત્તા મેળવવા ખેંચતાણ શરૂ થઇ હતી.
રાંચીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુજાતા વીણાપાણિ, જેલ સુપરિન્ટેન્ડન્ટ અશોક કુમાર ચૌધરી અને સદર ડીએસપી દીપક કુમાર પાંડેએ પોતે લાલુના ઓરડાની તલાશી લીધી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું.
હવે લાલુના રૂમને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને રૂમની બહાર સ્કેનર લગાડવામાં આવ્યું છે. ડૉક્ટર અને તબીબી સ્ટાફે પણ આ સ્કેનરમાંથી પસાર થવું પડે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HVFpLO
via Latest Gujarati News
0 Comments