આ છે દુનિયાનુ સૌથી મોંઘુ બર્ગર, ખાવા માટે ત્રણ દિવસ પહેલા આપવો પડશે ઓર્ડર


નવી દિલ્હી,તા.3.એપ્રિલ 2019, બુધવાર

ફાસ્ટ ફૂડના શોખીનો માટે હવે દુનિયાનુ સૌથી મોંઘુ બર્ગર જાપાનની એક રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવી રહ્યુ છે.

જાપાનના ટોકયો શહેરની એક રેસ્ટોરન્ટના શેફ પેટ્રિક શિમાદાએ તૈયાર કરેલા આ બર્ગરની કિંમત 63000 રુપિયા છે.જેમાં વિશેષ પ્રકારના ઈન્ગ્રેડિયન્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જોકે આ બર્ગર જુન સુધી જ ઉપલબ્ધ રહેશે.તેને ગોલ્ડન જાયન્ટ બર્ગર નામ અપાયુ છે.

બર્ગર બનાવવા માટે બીફ સ્લાઈઝ, ચીઝ, ટામેટા અને બીજી વસ્તુઓ સાથે સાથે બર્ગર પર સોનાનો વરખ લગાડવામાં આવ્યો છે.બર્ગર 6 ઈંચ પહોળુ અને 10 ઈંચ લાંબુ છે.જાપનના ક્રાઉન પ્રિન્સ નરુહિતોએ ગાદી સંભાળી તેના માનમાં આ વિશેષ બર્ગર હોટલે તૈયાર કર્યુ છે.

જોકે જે વ્યક્તિ આ બર્ગર ખાવા માંગતી હોય તેણે ત્રણ દિવસ પહેલા એડવાન્સમાં ઓર્ડર આપવો પડશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HTPIjl
via Latest Gujarati News

Post a Comment

0 Comments