ગૂગલ ઈંડિયાના પ્રમુખ રાજન આનંદનએ આપ્યું રાજીનામું, વિકાસ અગ્નિહોત્રી લેશે સ્થાન


નવી દિલ્હી, 3 એપ્રિલ 2019, બુધવાર

ગૂગલના ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના પ્રમુખ રાજન આનંદનએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ ગૂગલ સાથે છેલ્લા 8 વર્ષથી હતા, હવે તેમના સ્થાન પર વિકાસ અગ્નિહોત્રી ગૂગલ ઈંડિયાનો કાર્યભાર સંભાળશે. વિકાસ હાલ સેલ્સ ડાયરેક્ટક છે. આનંદન પોતાના પદ પર માત્ર એક મહિના સુધી રહેશે. વિકાસ અગ્નિહોત્રી પણ ગૂગલ સાથે 8 વર્ષથી જોડાયેલા છે. તેમણે 2011માં ગૂગલમાં પદ સંભાળ્યું હતું. ગૂગલ પહેલા તેઓ રેલિગેયર કંપનીમાં સીઈઓ હતા. આ ઉપરાંત તેઓ જોએશ બેન્કમાં કમર્શિયલ ડાયરેક્ટર પણ હતા. 

રાજન આનંદન હવે સિકોયા કેપિટલ સાથે જોડાવાના છે. ગૂગલ પહેલા તેઓ માઈક્રોસોફ્ટ ઈંડિયા, ડેલ ઈંડિયા અને મેકિંજી એન્ડ કંપનીમાં કામ કરી ચુક્યા છે. આનંદનએ અનેક સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કર્યું છે. રાજનએ એક ટ્વીટ કરી જાણકારી આપી હતી કે 8 વર્ષ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં અને 85 કરોડ ઈંટરનેટ યૂઝર્સ છે. અરબોની આવક અને વિશ્વની સૌથી ઝડપથી વધતું ક્ષેત્ર છે. તેમણે આ ટ્વીટમાં ગૂગલનો આભાર પણ માન્યો હતો.  આનંદનએ 2010માં માઈક્રોસોફ્ટને છોડી અને ગૂગલમાં કામ શરૂ કર્યું હતું. તેમણે વેબ ઈંગેજ, ઈંસ્ટામોજો, કેપિલરી ટેક, ટ્રેવલખાના અને ઈસીજીઓવી જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HVSIf9
via Latest Gujarati News

Post a Comment

0 Comments